મોરબીના આર્મીમેન ઓનડયુટી શાહિદ થતાં પંચાસર રોડે આવેલ સોનપુરી સ્મશાન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરાઇ
SHARE
મોરબીના આર્મીમેન ઓનડયુટી શાહિદ થતાં પંચાસર રોડે આવેલ સોનપુરી સ્મશાન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરાઇ
મોરબીના રહેવાસી ગણેશભાઈ પરમાર આર્મીમાં ફરજ બજાતા હતા અને પુણે ખાતે તેઓ ફરજ ઉપર હતા તેવામાં અકસ્માતમાં ઇજા થાય બાદ તેઓ ઘરે જઈને સૂતા હતા અને પછી ઉઠ્યા ન હતા જેથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની તેના પરિવારને જાણ કરવામાં આવી હતી અને આજે મોરબી ખાતે શાહિદ વીર જવાન ગણેશભાઈ પરમારની પંચાસર રોડ ઉપર આવેલ સોનપુરી સ્મશાન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં સમાજના લોકો અને મોરબીવાસીઓ ત્યાં હાજર રહ્યા હતા.
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવલ સભારાની વાડીમાં રહેતા ગણેશભાઈ પરમાર વર્ષ 2009 માં આર્મીમાં જોડાયા હતા અને તે હાલમાં પુણે ખાતે આવેલ અહલ્યાબાય ટ્રેનીંગ કેમ્પ ખાતે ફરજ બજાવતા હતા તેવામાં ગત તા. 9 ડીસેમ્બરના રોજ તે પોતાનું વાહન લઈને જય રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો અને તેઓને માથામાં ઇજા થયેલ હતો ત્યાર બાદ તે પોતાના ઘરે જઈને સૂતા હતા અને જયારે તેઓને ફરજ ઉપર બોલાવવા માટે ફોન આવ્યો હતો ત્યારે ગણેશભાઈ પરમારને તેઓના પત્નીએ ઉઠયા હતા જો કે, તે ઉઠતાં ન હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ તેઓના અધિકારી મારફતે આ બનાવની શાહિદ વીર ગણેશભાઈ પરમારના પરિવારને જાણ કરવામાં આવી હતી અને આજે શહીદ વીર ગણેશભાઈ પરમારનો પાર્થિવ દેહ મોરબી આવ્યો હતો ત્યારે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલથી લઈને તેમના નિવાસ સ્થાન સુધીની શ્રધ્ધાંજલિ યાત્રા નીકળી હતું ત્યારે સતવાર સમાનના લોકો અને મોરબીના રહેવાસીઓ મોટી સંખ્યામાં તેમાં જોડાયા હતા ત્યારે બાદ બપોરે શહીદ વીર ગણેશભાઈ પરમારના નિવાસ સ્થાનેથી તેઓની અંતિમયાત્રા નીકળી હતી ત્યારે તેમનો પરિવાર અને સતવાર સમાજ હીબકે ચડ્યો હતો. અને મોરબીના પંચાસર રોડે આવેલ સોનપુરી સ્મશાન ગૃહ ખાતે આર્મીના અધિકારી અને જવાનોએ શહીદ વીર ગણેશભાઈ પરમારને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સલામી આપી હતી ત્યારે બાદ શહીદ વીર ગણેશભાઈ પરમારની અંતિમવિધિ તેઓના પરિવારજન દ્વારા કરવામાં આવી હતી.