જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો મોરબીના જેતપર ગામે 10 લાખ માણસો ભેગા કરશું પછી આગળ શું કરવુંએ નક્કી કરશું: ઉપવાસી છાવણીએથી રાતે રાકેશભાઈ અમૃતિયાનો હુંકાર માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાી જહેમતથી નિમેદારને ૧૨.૦૮ લાખ વ્યાજ સહિત ચુકવવા હુકમ


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાી જહેમતથી નિમેદારને ૧૨.૦૮ લાખ વ્યાજ સહિત ચુકવવા હુકમ

મોરબીના વતનીની ગાડી સળગી જતા ઈફકો ટોકીયો ઈન્સ્યુરન્સ લી.એ રેપ્યુર્ડ લેટરથી ગ્રાહકને વિમો આપવાની ના પાડતા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે વિમેદારને રૂા.૧૨.૦૮ લાખ વ્યાજ સાથે ચુકવવા આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, ગત તા.૮-૨-૨૪ ના રોજ ભરતભાઈ નાથાભાઇ ડાભીના કર્મચારીની દિકરીને દવાખાને લઈ જતા હતા ત્યારે ફરિયાદી ભરતભાઇની કાર પેટ્રોલ પંપ પાસે એક રીક્ષા સાથે અથડાતા અકસ્માત થયેલ અને કારના આગળના બોનેટમાં નુકશાન થયેલ પરંતુ ચલાવવામાં કોઈ પ્રોબ્લેમ ન હતો.જેથી કાર ચલાવીને પેટ્રોલ ૫ં૫ પાસે કાર પાર્ક કરેલ ત્યારે અચાનક બોનેટના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગેલ અને કારમાં આગ લાગી હતી.જેથી કારને ખૂબજ નુકશાન થયેલ. આથી ફરિયાદીએ કારનો જેમાં વિમો હતો તે ઈફકો ટોકીયો જનરલ ઈન્સ્યુરન્સ લી.ને જાણ કરી અને વિમા કંપની પાસે કારની નુકશાનીની રકમ માંગેલ.તમામ આધાર પુરાવા આપ્યા છતાં વિમા કંપનીએ રેપ્યુર્ડ લેટરથી અયોગ્ય ગણાવી વિમો આપવાની ના પાડી દીધેલ.જેથી ભરતભાઈ ડાભીએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ.

અદાલતે વિમા કંપનીને જણાવેલ કે પોલીસીમાં રીટર્ન ટુ ઈનવોઈસનું પ્રીમીયમ ગ્રાહક પાસેથી લીધુ છે.વિમાનું પ્રીમીયમ રેગ્યુલર ભરેલ છે. સુપ્રીમ કોર્ટે જણાવેલ છે કે વીમેદારે કંપનીએ પ્રિમિયમ ભરેલ હોઈ તો વીમો આપવો પડે.વિમા કંપનીની બેદરકારી છે માટે ગ્રાહકને રૂા. ૧૨,૦૮,૫૭૫ તા.૧૯-૧૧-૨૪ થી ૬ ટકાના વ્યાજ સાથે અને રૂા.૫૦૦૦ ખર્ચ પેટેના સમય મર્યાદા (૨ માસ) માં ચુકવે નહીં બાદમાં ૯ ટકા લેખે ચુકવવાના રહેશે તેવો આદેશ કરેલ છે.કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫), ઉપપ્રમુખ હિતેષભાઈ મહેતા (મો.૯૯૭૮૯ ૮૩૯૮૬) અથવા મંત્રી રામ મહેતા મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News