મોરબીના નારણકા ગામના ખેડુતે પ્રકૃતિક કૃષિ અપનાવી બે સ્થળે શરૂ કર્યા પ્રાકૃતિક કૃષિ સ્ટોલ
યુએસડીટી ટ્રેનજેકશન કે જીએસટી બચાવવા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાનું કહીને ગઠિયાઓ મંગાવે છે સાયબર ફ્રોડની રકમ: ડીવાયએસપી વિરલ દલવાડી
SHARE
યુએસડીટી ટ્રેનજેકશન કે જીએસટી બચાવવા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરવાનું કહીને ગઠિયાઓ મંગાવે છે સાયબર ફ્રોડની રકમ: ડીવાયએસપી વિરલ દલવાડી
સાયબર ફ્રોડના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે આવા ગુના અને ગુનેગારોને રોકવા માટે સરકાર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે અને જે બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં આવ્યા હોય છે તે બેન્ક એકાઉન્ટના ધારક સહિત તે ફ્રોડની રકમને સગેવગે કરનારાઓની સામે ધડાધડ ગુના નોંધવામાં આવી રહ્યા છે. દરમ્યાન મોરબી જીલ્લામાં છેલ્લા બે દિવસમાં સાયબર ફ્રોડના 21 શખ્સોની સામે નામ જોગ 5 ગુના નોંધવામાં આવેલ છે જે પૈકીનાં 11 આરોપીઓને પકડી લેવામાં આવેલ છે. અને તે આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે.
ભારત સરકારના આઈ-4 સી દ્વારા હવે જે બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડની રકમ આવેલ હોય તે એકાઉન્ટના ધારકોની સામે ગુના નોંધવાની શરૂઆત કરવામાં આવેલ છે મોરબીમાં આવેલ જુદી જુદી બેંકમાં એકાઉન્ટ ધારકો તેમજ સાયબર ફ્રોડથી આવેલ રકમને સગેવગે કરનારાઓની સામે ગુના નોંધાયેલ છે તેમાં આજે ચાર એકાઉન્ટ ધારક સહિત શખ્સો સામે ગુનો નોંધાયેલ હતો જેમાં યસ મહેશભાઈ વાગડીયા, કમલ જયેશભાઈ રાણપરા, દીપકદાસ કાંતિદાસ વૈષ્ણવ, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, આયુષ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ વિરલ હિંમતભાઈ ઇસલાણીયાનો સમાવેશ થાય છે જેમાંથી યસ, કમલ, દિપકદાસ અને દિવ્યરાજસિંહના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં આવતા હતા જેને ચેક અથવા એટીએમથી વિડ્રો કરી લેતા હતા અને કુલ મળીને ચાર ખાતામાં 80.79 લાખનું રકમ ફ્રોડ કરીને તેઓના ખાતામાં આવી હતી આ ગુનામાં આરોપી યશ વાધડીયા, કમલ રાણપરા, દિપકદાસ વૈષ્ણવ, દિવ્યરાજસિંહ જાડેજા અને આયુષરાજસિંહ જાડેજાને પકડીને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે.
મોરબીના ડિવાયએસપી વિરલ દલવાડીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ભેજાબાજ શખ્સો દ્વારા સાયબર ક્રાઇમના ગુનાને અંજામ આપવા માટે કોલેજના વિદ્યાર્થીઓને નજીવી રકમની લાલચ આપીને તેની પાસેથી તેઓના બેન્ક એકાઉન્ટના એક્સેસ મેળવી લે છે અને તેઓને જીએસટી ન ભરવો પડે તે માટેની રકમ આવશે અથવા તો યુએસડીટી ટ્રેનજેકશનની રકમ આવશે તેવું કહીને તેઓના બેન્ક એકાઉન્ટ લઈ લીધા બાદ તેમાં સાઇબર ફ્રોડની રકમ આવતી હોય છે અને તે રકમ ગઠિયા તુર્તજ એકાઉન્ટમાંથી મેળવી લેતા હોય છે અને નજીવી રકમ લેનારા બેન્ક એકાઉન્ટ ધારકો ગંભીર ગુનામાં ફસાઈ જાય છે આટલું જ નહીં પરંતુ ઘણા યુવાનોએ તો ગુનાની ગંભીરતા ન જાણતા હોય તેઓના સંબંધીઓના બેન્ક એકાઉન્ટ ખોલાવડાવીને તેના એક્સેસ પણ ભેજાબાજ ગેંગને આપી દીધેલ છે. અને તેઓના બેન્ક એકાઉન્ટમાં સાઈબર ફ્રોડથી રકમ જમા થઈ હતી તે વીડ્રો થઈ ગયેલ છે જેથી જે લોકો સાયબર ફ્રોડ વિષે કશું જ જાણતા નથી તે પણ ગંભીર ગુનામાં આરોપી બનશે તેવો ઘાટ સર્જાયો છે.
છેલ્લા બે દિવસમાં મોરબીમાં એ ડિવિઝન, બી ડિવિઝન તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે કુલ મળીને 21 શખ્સોની સામે જુદાજુદા 5 ગુના નામ જોગ નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં અત્યાર સુધીમાં 21 પૈકીનાં 11 આરોપીને પકડીને રિમાન્ડ ઉપર લઈ લેવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, સરકાર દ્વારા રોકડ નાણાકીય વ્યવહારના બદલે ઓનલાઈન નાણાકીય વ્યવહાર વધુ થાય તેના ઉપર ભાર મૂકવામાં આવેલ છે જો કે, ગઠિયાઓ અને ભેજાબાજ શખ્સો દ્વારા યેનકેન પ્રકારે ઓનલાઈન મધ્યમમાં લોકોને લોભામણી લાલચો આપીને કે પછી વિશ્વાસઘાત કરીને સાયબર ફ્રોડ કરે તેના ઉપર લગામ મૂકવા માટે હવે પોલીસે ધડોધડ ગુના નોંધવાનું શરૂ કર્યું છે.