મોરબી જિલ્લાના ૪૧ ગામોમાં લોકોને મળતી સરકારી સવલત અને લોકોના પ્રશ્નો બાબતે અધિકારીઓએ કરી સમિક્ષા
મોરબીમાં એસ.આઈ.આર. અન્વયે પ્રીડ્રાફ્ટ ASDDની યાદી તૈયાર કરાઈ
SHARE
મોરબીમાં એસ.આઈ.આર. અન્વયે પ્રીડ્રાફ્ટ ASDDની યાદી તૈયાર કરાઈ
ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર ગુજરાત રાજ્યમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ - ૨૦૨૬ જાહેર કરવામાં આવેલ છે. ભારતના ચૂંટણી પંચના આદેશ અનુસાર રિવાઇઝ્ડ શિડ્યુલ મુજબ તા.૧૪/૧૨/૨૦૨૫ સુધી એન્યુમરેસન ફેઝની મુદત વધારવામા આવી છે. અને તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની રહે છે.
આ મુસદ્દા મતદારયાદી પહેલા મોરબી જિલ્લાના ત્રણ વિધાનસભા વિસ્તાર ૬૫-મોરબી, ૬૬-ટંકારા, ૬૭-વાંકાનેરમાં તા.૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં તા.૧૧/૧૨/૨૦૨૫ સુધીમાં નીચે મુજબ પ્રીડ્રાફ્ટ ASDDની યાદી તૈયાર કરવામાં આવેલ છે. અને આ યાદી સંબંધિત તમામ બૂથના બીએલઓશ્રી દ્વારા સંબંધિત બીએલએશ્રી/આગેવાનશ્રી સાથે ચર્ચા કરી તેની યાદી સંબંધિતને આપવામા આવેલ છે. તેમજ અત્રેની https://morbi.nic.in/sir-2026-en/સાઇટ ઉપર અપલોડ પણ કરવામા આવેલ છે. જેથી કોઇ પણ વ્યક્તિ તેને જોઇ શકે છે.









