મોરબીમાં એસ.આઈ.આર. અન્વયે પ્રીડ્રાફ્ટ ASDDની યાદી તૈયાર કરાઈ
મોરબી જી.એસ.ટી. વિભાગના અધિકારીએ રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાની ઓચિંતી વિઝિટ કરી
SHARE
મોરબી જી.એસ.ટી. વિભાગના અધિકારીએ રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાની ઓચિંતી વિઝિટ કરી
મોરબી જી.એસ.ટી. વિભાગના આસી. કમિશનર યોગીતાબેન ગઢવી તેમજ જી.એસ.ટી. ઇન્સ્પેક્ટર શીતલબેન રૈયાણીએ રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાની ઓચિંતી વિઝિટ કરી હતી અને મધ્યાહન ભોજન તેમજ શાળા અને બાળકોને સ્પર્શતી તમામ બાબતોની ઝીણવટ પૂર્વક તપાસણી કરતા ખુબ સંતોષકારક કામ જોવા મળ્યું હતું. આ વિઝિટ વખતે અમરનગર ગ્રામ પંચાયતના સરપંચ રવિભાઈ છત્રોલા અને સી.આર.સી. ચેતનભાઈ જાકાસણીયા પણ હાજર હતા. આજે જોગાનુ જોગ રોટરીગ્રામ (અ.) પ્રા. શાળા ના મદદનીશ શિક્ષક વિનોદકુમાર કાળુભાઈ ફેફરના જન્મ દિવસ હોય તે નિમિત્તે રોટરીગ્રામ (અ.) શાળા પરિવાર તરફથી તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને ત્યાર બાદ શાળાની વિઝિટે આવેલા યોગીતાબેન ગઢવીએ વૃક્ષારોપણ કર્યું હતું. ખાસ કરીને શાળાની મુલાકાત દરમ્યાન શાળાની દરેક પ્રવૃતિથી અધિકારી પ્રભાવિત થયા હતા અને આચાર્ય અને શિક્ષક મિત્રોની કામગીરીને બિરદાવી હતી. ત્યાર બાદ શાળા પરિવાર તરફથી આચાર્ય સરડવા મણિલાલ વી.એ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.









