મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી : સિરામિક પ્રોડક્ટ માટે જ ગુડ્ઝ ટ્રેન, પૂરતા પ્રમાણમાં રેક તેમજ કન્ટેઈનર ફાળવવા વડાપ્રધાનને રજૂઆત


SHARE













મોરબી : સિરામિક પ્રોડક્ટ માટે જ ગુડ્ઝ ટ્રેન, પૂરતા પ્રમાણમાં રેક તેમજ કન્ટેઈનર ફાળવવા વડાપ્રધાનને રજૂઆત

મોરબીમાં ઇન્ટર નેશનલ હ્યુમન રાઇટસ એસોસીએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ વડાપ્રધાનને પત્ર લખીને રેલવેમાં અગાઉ આપવામાં આવતા સિનિયર સિટીઝનોના લાભ અને મહિલાઓને આપવામાં આવતા કન્સેશના લાભ પુન: શરૂ કરવામાં આવે તેવી લેખિતમાં કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયેલ છેક ભારતીય રેલ્વેમાં અગાઉ સીનીયર સિટીઝનોને કન્શેસન આપવામાં આવતું હતું જે હાલ માં બંધ છે.સીનીયર સિટીઝનોને કન્શેસન આપવાનું ચાલુ કરાવો.તેમજ સાથે મહિલાઓને પણ કન્શેસન આપો. બીજું કે અગાઉ જે એસી કોચમાં ચાદર, બ્લેન્કેટ, તકિયો વિગેરે આપવામાં આવતા હતા તે પણ બંધ થઇ ગયેલ હોય ચાલુ કરાવો.તેમજ પેન્ટ્રી કાર પણ ચાલુ કરાવો, કારણ કે લોકોને ખોરાક ખાવા તો જોઈએ જ છે. પેન્ટ્રીકાર ન હોવાથી સ્ટેશન ઉપરનાં સ્ટોલ ધારકો લોકો પાસેથી મન ફાવે તેવા ભાવ લે છે. તો આ બાબતે યોગ્ય કરવા માંગ કરાયેલ છે.તેમજ મોરબીને લાંબા અંતરની કોઈ ટ્રેનો નથી ખાસ કરીને હરિદ્વાર, અયોધ્યા, બનારસ , જગન્નાથપૂરી, રામેશ્વરમ્ વગેરે યાત્રાધામોને જોડતી લાંબા અંતરની ટ્રેનો મોરબીને આપવા વિનતી કરાયેલ છે.આ ઉપરાંત મોરબીના સિરામિક ઉધોગોને પ્રોત્સાહન આપવા મારે ખાસ સિરામિક પ્રોડક્ટ માટે જ ગુડ્ઝ ટ્રેન આપવા તેમજ પૂરતા પ્રમાણમાં રેક ફાળવવા તેમજ કન્ટેઈનર ફાળવવા પણ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ માંગ કરેલ છે.

 






Latest News