મોરબીથી મંગળવારે અંબાજીનો પદયાત્રા સંઘ રવાના થશે હળવદના માથક ગામે આકાશી વીજળી પડતા માતા અને 4 વર્ષના બાળકનું મોત અપમૃત્યુના ત્રણ બનાવ: મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ યુવતીએ કર્યો આપઘાત, પતરા ઉપરથી પડતા અને કેનાલમાં ડૂબી જવાથી જુદી જુદી બે જગ્યાએ બે યુવાનના મોત મોરબીના બેલા નજીક કારખાના પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: શોભેશ્વર સોસાયટીમાં રહેતા યુવાનનું બીમારી સબબ મોત મોરબીના કન્યા છાત્રાલય રોડ આવેલ વિજયનગરમાં જુગાર રમતા સાત શખ્સો પકડાયા, એક ફરાર હળવદમાં વેપારીની કારનો કાચ તોડીને રોકડા 1.10 લાખ ભરેલ પર્સની ચોરી: ગુનો નોંધાયો ટંકારાના વીરપર ગામે ઘરના ફળિયામાં કરેલ દિવાલના જુના ઝઘડાનો ખાર રાખીને પડોશીઓ વચ્ચે બઘડાટી: હવે સામસામી ફરિયાદ વાંકાનેરમાં બાઈક સાથે બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ધંધામાં ખોટ અને દેણુ થઈ જતા ગુમ થઈ ગયેલ યુવાન હેમખેમ પરત આવ્યો


SHARE





મોરબીમાં ધંધામાં ખોટ અને દેણુ થઈ જતા ગુમ થઈ ગયેલ યુવાન હેમખેમ પરત આવ્યો

મોરબીમાં થોડા સમય પહેલા કોઈ કારણોસર ઘરે કોઈને કહ્યા વિના દુકાન ખાતેથી યુવાન ગુમ થઈ ગયેલ હતો.તે યુવાન હેમખેમ પરત ઘરે આવી જતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીની કુંભારશેરીમાં મહેન્દ્રપરા નજીક રહેતા સંજયભાઈ કાંતિભાઈ ભલસોડ (પ્રજાપતિ) નામનો ૩૮ વર્ષનો યુવાન તેની દુકાન ખાતેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગયેલ હતો.જે બાબતે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેની પોલીસ તપાસ કરતી હતી.દરમિયાનમાં ગુમ થયેલ સંજયભાઈ ભલસોડ હેમખેમ પરત ઘરે આવી ગયા હતા અને પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યુ હતુ કે ધંધામાં ગયેલી ખોટ અને દેણાને પગલે તે કંટાળી ગયા હોય પોતાની મરજીથી કામની શોધમાં રાજકોટ ચાલ્યા ગયા હતા.જે પરત આવી ગયેલ હોય હાલ પરિવાર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.તેમ પોલિસસૂત્રોએ જણાવેલ છે.

પોલીસ કાર્યવાહી

મોરબીના મકરાણીવાસ પાસે નાની બજાર વિસ્તારમાંથી રેડ કરીને પોલીસે સમીર બ્લોચ પાસેથી ૯૪ પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી પોલીસે પકડી હતી અને જેમાં જે તે સમયે કાર્યવાહી કરવામાં આવી હતી અને પકડાયેલી વ્યક્તિ દ્વારા જથ્થો આપનાર તરીકે જેનું નામ આપવામાં આવ્યું હતું.તે ચિરાગ સંજયભાઈ રાબડીયા (૨૫) રહે.ધોરાજી સ્ટેશન રોડ કોલેજ પાસે રામજી મંદિર સામે જી.રાજકોટને મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રેન બસેરા નજીક મારામારીના બનાવમાં ઈજા થતા પ્રીતમભાઇ મુકેશભાઈ જોશી નામના ૪૫ વર્ષના યુવાનને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જાંબુડીયા પાસે મોટો ગ્રેનાઇટો પાસે રહેતા રમેશભાઈ નાનજીભાઈ ખટાણા નામના ૪૨ વર્ષીય યુવાનને મોરબીની વીસી હાઇસ્કુલ પાછળના રસ્તે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર વણાંકમાં બાઈક સ્લીપ થઈ જતા અહેમદ અસ્લમભાઈ પાયક રહે.હરીપર તા.માળીયા મીયાણાને ઇજાઓ થતા સારવારમાં આયુષ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પંચાસર રોડ નાની કેનાલ પાસે વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજા પામેલ રમેશભાઈ માધવજીભાઈ કાસુન્દ્રા (૪૭) રહે.કામધેનુ પાર્ટી પ્લોટ સામે કંડલા બાયપાસ રોડને પણ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબીના રેલ્વે સ્ટેશન પાસેના વૃદ્ધાશ્રમ ખાતે રહેતા ચંપાબેન ગોપાલભાઈ પિત્રોડા નામના ૭૦ વર્ષના વૃદ્ધાને છાતીમાં દુખાવો ઉપડતા ૧૦૮ વડે અત્રેની સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News