મોરબીમાં ધંધામાં ખોટ અને દેણુ થઈ જતા ગુમ થઈ ગયેલ યુવાન હેમખેમ પરત આવ્યો
ટંકારાની જુદીજુદી દુકાનમાંથી 51 ગોગો સ્ટિક-14 રોલિંગ પેપર મળ્યા: બે વેપારી સામે કાર્યવાહી
SHARE
ટંકારાની જુદીજુદી દુકાનમાંથી 51 ગોગો સ્ટિક-14 રોલિંગ પેપર મળ્યા: બે વેપારી સામે કાર્યવાહી
મોરબી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની અંદર નશાકારક દ્રવ્યોનું વેચાણ બેફામ રીતે થાય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળેલ હકીકત આધારે ટંકારામાં ખીજડીયા ચોકડી અને હાઇવે રોડ ઉપર જુદી જુદી બે દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં સ્થળ ઉપરથી કુલ મળીને 51 ગોગો સ્ટિક અને 14 રોલિંગ પેપર મળી આવતા પોલીસે બંને વેપારીઓને પકડીને તેની સામે જાહેરમાં ભંગના ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા એસઓજીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ દાદાવાડી પાન કોલ્ડ્રીંક્સ નામની દુકાન ધરાવતા એજાજભાઈ જુણાચને ત્યાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી ગેરકાયદેસર રીતે નશાકારક ગોગો સ્ટીક 11 નંગ તથા રોલિંગ પેપર 3 નંગ મળી આવતા કુલ મળીને 140 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દુકાનદાર એજાજભાઈ ગનીભાઈ જુણાચ (35) રહે. મેમણ શેરી ટંકારા વાળાને પકડીને તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ખીજડીયા ચોકડી પાસે તાજપાન નામની દુકાન ધરાવતા ઈકબાલભાઈ માડકીયાને ત્યાં એસઓજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી ગેરકાયદે રીતે ગોગો સ્ટિક અને રોલિંગ પેપરનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ત્યાંથી 40 ગોગો સ્ટીક અને 11 રોલિંગ પેપર કબજે કર્યા હતા અને કુલ 510 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી ઈકબાલભાઈ આદમભાઈ માડકીયા (51) રહે. સંધિવાસ ટંકારા વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગારના આંકડા લેતા બે પકડાયા
વાંકાનેરના લક્ષ્મીપરા માતમ ચોક પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા હનીફભાઈ ગફારભાઈ રવાણી (46) અને હાજીભાઈ ગફારભાઈ રવાણી (53) રહે. બંને લક્ષ્મીપરા માતમ ચોક પાસે વાંકાનેર વાળા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 1,000 ની કિંમતના 2 મોબાઈલ ફોન તથા 33,900 રોકડા આમ કુલ મળીને 34,900 ની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે









