મોરબીમાં પિતા-પુત્રના જન્મ દિવસ નિમિતે ધબળાનું વિતરણ કર્યું
SHARE
મોરબીમાં પિતા-પુત્રના જન્મ દિવસ નિમિતે ધબળાનું વિતરણ કર્યું
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષથી સામાકાંઠા વિસ્તારમાં મકરસંક્રાંતિ દરમિયાન પતંગ દોરોના સ્ટોલનું આયોજન કરીને તેમાંથી જે આવક થાય તે આવકમાં ખિસ્સાના રૂપિયા ઉમેરીને ચકલીના માળા બનાવીને ચકલી બચાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવતા લક્કી ગ્રુપના મોહિતભાઈ ઘોડાસરા તથા તેમના દીકરાનો જન્મદિવસ હતો જેથી તેમણે જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરી હતી અને મોહિતભાઈ અને તેમના દીકરાના જન્મદિવસ નિમિત્તે તેઓએ જરૂરિયાત મંદ લોકોને ઠંડી સામે રક્ષણ મળી રહે તે માટે જુદા જુદા વિસ્તારમાં જઈને 200 જેટલા લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું આ સેવાકીય કામ અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે.