મોરબી-હળવદમાં ગોગો સ્ટિક અને રોલિંગ પેપરનું વેચાણ કરતાં બે વેપારી સામે કાર્યવાહી
માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટિયા નજીક ચાર પદયાત્રીઓને કચડી નાખનારા ટ્રક કન્ટેનર પોલીસે કબ્જે કર્યું: આરોપીની શોધખોળ
SHARE
માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટિયા નજીક ચાર પદયાત્રીઓને કચડી નાખનારા ટ્રક કન્ટેનર પોલીસે કબ્જે કર્યું: આરોપીની શોધખોળ
માળીયા જામનગર હાઇવે રોડ પર આવેલ શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી દ્વારકા જતા વાવ-થરાદ જિલ્લાના પદયાત્રીઓ પસાર થઈ રહ્યા હતા દરમિયાન ટ્રક કન્ટેનરના ચાલકે પાંચ પદયાત્રીઓને હડફેટે લીધા હતા જે પૈકીના ચાર પદયાત્રીઓનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે ઈજા પામેલ પદયાત્રીએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં ટ્રક કન્ટેનરને કબ્જે લેવામાં આવેલ છે અને આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના નવા દિયોદરના રહેવાસી નરસંગભાઇ સગથાભાઈ ચૌધરી (51)એ નંબર જીજે 12 બીવી 9649 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેઓ નવા દિયોદરથી દ્વારકા સુધી પદયાત્રામાં નીકળ્યા હતા અને 11 પદયાત્રીઓ તથા વાહનમાં 2 આમ કુલ 13 વ્યક્તિઓ દ્વારકા સુધી જઈ રહ્યા હતા દરમિયાન મોરબી જિલ્લામાં માળિયા જામનગર હાઇવે રોડ ઉપર આવેલ ચાચાવદરડા ગામ પાસે શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી તેઓ પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ફરિયાદી સહિત પાંચ પદયાત્રીઓને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (30), દિલીપભાઈ રાયાભાઈ ચૌધરી (28), અમરાભાઇ લાલજીભાઈ ચૌધરી (62) અને ભગવાનજીભાઈ લાલજીભાઈ ચૌધરી (68) રહે. બધા નવા દિયોદર વાળાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું જો કે, ફરિયાદીને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ આ બનાવ સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી છૂટેલા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે ટ્રકને કબ્જે લીધેલ છે જો કે, આરોપી મોહનસિંગ શ્રાવણસિંગ રાવત નું નામ સામે આવ્યું છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.