બુલડોઝર એક્શન: મોરબીના લાતી પ્લોટમાં બીજા દિવસે 30 થી વધુ બાંધકામો તોડી પાડ્યા
SHARE
બુલડોઝર એક્શન: મોરબીના લાતી પ્લોટમાં બીજા દિવસે 30 થી વધુ બાંધકામો તોડી પાડ્યા
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નં-8 માં શુક્રવારે મહાપાલિકાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે નાના મોટા કાચા પાકા 30 થી વધુ દબાણોને તોડી પાડવામાં આવ્યા છે અને આવી જ કામગીરી અન્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં ચાલુ રહેશે તેવી માહિતી અધિકારીએ આપેલ છે.
મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા ગુરુવારે લાતી પ્લોટ શેરી નં. 3-4 ની વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે નાના મોટા 30 થી વધુ દબાણને તોડી નાખવામાં આવેલ હતા ત્યાર બાદ બીજા દિવસે લાતી પ્લોટ શેરી નં. 8 માં મહાપાલિકાની ટીમ બુલડોઝર સાથે પહોંચી હતી અને ત્યાં રસ્તા ઉપર કરવામાં આવેલા દબાણને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વધુમાં અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે લાતી પ્લોટ વિસ્તારમાં રસ્તાની સરેરાશ પહોળાઈ 9 મીટર છે જોકે, આ શેરીમાં રસ્તો માત્ર ચારથી પાંચ મીટર પહોળો રહ્યો હતો અને બંને બાજુએ દબાણો કરવામાં આવ્યા હતા જેથી કરીને તે દબાણને તોડી પાડવામાં આવેલ છે અને આજે લગભગ 30 કરતાં વધુ દબાણને તોડી પાડવામાં આવેલ છે આમ છેલ્લા બે દિવસમાં લાતી પ્લોટ વિસ્તારની જુદીજુદી શેરીમાં ડિમોલેશન કરીને અંદાજે 60 થી વધુ દબાણોને દૂર કર્યા છે અને આ દબાણ હટાવવા માટેની કામગીરી ખાસ કરીને લાતી પ્લોટ વિસ્તારમાં સ્ટ્રોંમ વોટર અને ગટર લાઈન પાથરવા માટેનું જે કામ કરવાનું છે તેના માટે કરવામાં આવી રહી છે અને વિકાસ કામમાં નડતરરૂપ હોય તેવા દબાનોને પહેલા તોડવામાં આવી રહ્યા છે.









