Morbi Today
મોરબીના રંગપર ગામ નજીક રોડ ઉપર ટ્રેક્ટર અને એસટી બસ વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
SHARE
મોરબીના રંગપર ગામ નજીક રોડ ઉપર ટ્રેક્ટર અને એસટી બસ વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
મોરબીના જેતપર રોડ પર આવેલ રંગપર ગામ પાસેથી મોરબી ઘાટીલા રૂટની એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેક્ટર લોડર સાથે અકસ્માત થયો હતો અને તે બનાવમાં એસટી બસમાં આગળના ભાગે નુકસાની થયેલ હતી સદનસીબે અકસ્માતના આ બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી વધુમાં સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત પ્રમાણે એસટી બસના ચાલક કારનો ઓવરટેક કરવા માટે જઈ રહ્યા હતા દરમિયાન સામેથી રોંગ સાઈડમાં ટ્રેક્ટર લોડર આવ્યું હતું અને તેની સાથે બસ અથડાવવાના કારણે આ અકસ્માતનો બનાવ બન્યો હતો









