મોરબીના રંગપર ગામ નજીક રોડ ઉપર ટ્રેક્ટર અને એસટી બસ વચ્ચે અકસ્માત, કોઈ જાનહાની નહીં
મોરબી મહાપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે એક વર્ષમાં 550 કરોડના વિકાસ કામો કરાયા: કમિશ્નર સ્વપ્નિલ ખરે
SHARE
મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવી તેને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યુ છે ત્યારે આજે મોરબીમાં મહાપાલિકાના કમિશનરના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા છેલ્લા એક વર્ષ દરમિયાન મહાપાલિકાના વિવિધ વિભાગો દ્વારા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને જે કામો કરવામાં આવ્યા તેની માહિતી આપવામાં આવી હતી અને એક વર્ષની અંદર કરવામાં આવેલા વિકાસ કામ તથા હવે કરવાના થતા કામની માહિતી આપતા કમિશનરે કહ્યુ હતું કે 550 કરોડ રૂપિયાના કામો મોરબી મહાપાલિકા વિસ્તારમાં કરવામાં આવ્યા છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં આજે ઇસ્ટ ઝોન ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ફાયર અને ઈમરજન્સી વિભાગ દ્વારા શહેરની સલામતી માટે લેવામાં આવેલા પગલાં, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા અને ડોર ટુ ડોર કચરા સંકલન, સિવિલ તથા ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા રોડ, બ્રિજ અને શહેરી વિકાસ કામો, તેમજ વોટર અને ડ્રેનેજ વિભાગ દ્વારા પાણી પુરવઠા અને ભૂગર્ભ સુવિધાઓ મજબૂત બનાવવાની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા લાઈટિંગ અને સુશોભન, ગાર્ડન તથા સીટી બ્યુટીફીકેશન વિભાગ દ્વારા હરિયાળી અને શહેર સૌંદર્થીકરણ, તેમજ રમતગમત, સાંસ્કૃતિક, લાઈબ્રેરી અને હેલ્થ વિભાગ દ્વારા નાગરિક કલ્યાણલક્ષી પ્રવૃત્તિઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. આશરે ૫૫૦ કરોડના વિવિધ વિભાગો દ્વારા પુર્ણ/પ્રગતિ હેઠળ અથવા ટેન્ડર સ્ટેજે રહેલા કામોની વિગત આપી હતી.
આ ઉપરાંત પ્રેસ કોન્ફરન્સમાં "સિટીઝન્સ બજેટ" બાબતે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી બજેટ તૈયાર કરતા પહેલાં શહેરના નાગરિકો પાસેથી સૂચનો, અભિપ્રાય અને જરૂરિયાતો મેળવવા માટે સિટીઝન્સ બજેટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં મોરબીના નાગરિકો શહેરના વિકાસ માટે પોતાના વિચાર અને સૂચનો માનગરપાલિકાને આપી શકશે આ પહેલ દ્વારા જનભાગીદારી વધારવાનો અને નાગરિક કેન્દ્રિત બજેટ તૈયાર કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.









