મોરબી હળવદ હાઇવે રોડ ઉપર દ્વારકાધીશ હોટલમાંથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ
SHARE
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર દ્વારકાધીશ હોટલમાંથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ સીએનજીના પંપની પાસે દ્વારકાધીશ હોટલમા મેફેડ્રોન ડ્રગ્સ નું વેચાણ થતું હોવાની હકીકત એસઓજીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી પોલીસે ડ્રગ્સ, રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને 37,340 ની કિંમતના મુદ્દામાલ સાથે આરોપીને પકડીને પોલીસે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લા એસપીજી ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ અદાણીના પેટ્રોલ પંપ ની પાસે દ્વારકાધીશ હોટલમાં મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ થતું હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 9.48 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવતા 28,440 ની કિંમતનું ડ્રગ્સ તથા ડ્રગ્સનું વેચાણ કરીને મેળવેલા 3400 રૂપિયા રોકડા, 5000 નો મોબાઇલ આમ કુલ મળીને 37,340 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી રૈયાભાઈ ઉર્ફે રાયમલ મૈયાભાઈ બાંભવા (34) રહે આંદરણા વાળાની ધરપકડ કરી છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે









