વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો
મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન
SHARE
મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન
અમદાવાદ ખાતે યુનીવર્સીટી ગ્રાઉન્ડ ખાતે પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ દ્વારા બિલીયન મીનીટસ ઓફ પીસ અપીલ પ્રોગ્રામ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાતની જુદીજુદી શાળાઓમાં શાંતિદાન માટેના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીની જુદીજુદી શાળાઓમાં વિદ્યાર્થીઓને શાંતિનું દાન આપવામાં આવ્યું હતું ત્યારે મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થાના અનુયાયીઓ દ્વારા નેસડા પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ, શ્રી વિદ્યા મંદિર બગથળા, ગીબ્સન મિડલ સ્કૂલ-મોરબી, વાત્સલ્ય વિધાલય-મોરબી, અભિનવ સ્કૂલ-મોરબી, ઓમ શાંતિ વિધાલય-મોરબી અને જીનીયસ ટ્યુશન કલાસીસ-મોરબીમાં શાંતિ દાન માટેના સેશન રાખવામા આવેલ હતા અને વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં સુખ શાંતિ ભરી જીવનશૈલી માટે શાંતિ દાન વિષેની સમજ આપવામાં આવી હતી.