મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ
SHARE
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ
શિયાળામાં ઘણા લોકો ઠંડીમાં સૂતા હોય છે ત્યારે આવા લોકોને ઠંડીની સામે રક્ષણ મળી રહે તે માટે મોરબી ઈન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા નિરાધાર લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ ક્લબના સભ્ય કાજલબેન આદ્રોજાના સહયોગથી ધાબળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. અને મોરબીના રેન બસેરા ખાતે રહેતા તેમજ જુદાજુદા માર્ગ ઉપર જાહેરમાં સૂતેલા લોકોને ધાબળા આપવામાં આવ્યા હતા. આ તકે સંસ્થાના પ્રમુખ ડો. સુષ્માબેન દુધરેજીયા સહિતના હાજર રહ્યા હતા.