તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરીના ઇરાદે ઘરમાં ઘુસીને વૃદ્ધ પાડોશીને બોથડ પદાર્થ-તિક્ષણ હથિયાર ઝીંકી નિમર્મ હત્યા કરનાર ઇસમની ધરપકડ


SHARE











મોરબીમાં ચોરીના ઇરાદે ઘરમાં ઘુસીને વૃદ્ધ પાડોશીને બોથડ પદાર્થ-તિક્ષણ હથિયાર ઝીંકી નિમર્મ હત્યા કરનાર ઇસમની ધરપકડ

મોરબીના શનાળા રોડ આરાધના સોસાયટીમાં રહેતા જૈન આધેડ ઘરે એકલા હતા ત્યારે ચોરી કરવા ઇરાદે તેમના ઘરમાં ઘુસીને પાડોસી યુવાને આધેડના માથાના ભાગે બોથડ પદાર્થ ઝીંકીને શરીરે તીક્ષ્ણ હથિયાર વડે ઇજાઑ કરી હતી અને આધેડની નિનર્મ હત્યા કરવામાં આવી હતી જે બનાવમાં મૃતકની દીકરીએ નામ જોગ નોંધાવેલ ફરિયાદ બાદ પોલીસે હત્યાની કલમ હેઠળ પાડોસમાં રહેતા સતવારા ઇસમની હત્યાના ગુનામાં ધરપકડ કરીને રીમાન્ડ ઉપર લેવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

અગાઉ મોરબીના માળીયા(મિં.) માં રહીને અખબારનો ધંધો કરતા અને છેલ્લા ઘણા સમયથી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની સામેની આરાધના સોસાયટીમાં સ્થાયી થયેલા દિનેશભાઇ અમૃતલાલભાઈ મહેતા જાતે જૈન વાણીયા (ઉમર ૭૬) તેમના ઘરે એકલા હતા. તેઓના પત્ની તેમજ દીકરો પ્રસંગમાં ગોવા ગયા હતા. દિનેશભાઈ મહેતા ઘરે એકલા હોય તેમના આસપાસના લોકોને તેઓનું ધ્યાન રાખવાનું કહેવાયુ હતું માટે તેઓના પાડોશી દિનેશભાઇના ઘરે ગુરુવારે સાંજે છએક વાગ્યાના અરસામાં નાસ્તો આપવા માટે ગયા હતા ત્યારે માથા અને શરીરના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઈ મહેતા તેમના ઘરમાંથી મળી આવ્યા હતા જેથી પાડોશીઓએ તેમને ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે ખસેડયા હતા જો કે, ડોકટરે તેઓને મૃત જાહેર કરતા પીએમ માટે મોરબી સિવિલે અને ત્યાંથી ફોરેન્સીક પીએમ મૃતદેહ રાજકોટ ખસેડાયો હતો.

બાદમાં મૃતક દિનેશભાઈ મહેતાની અમદાવાદના પાલડી વિસ્તારમાં આમ્રપલી  એપાર્ટમેન્ટમાં રહેતી દીકરી નિમિષાબેન વિરલભાઇ શાહે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને તેમના પિતાની હત્યા બદલ મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા જ રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા જાતે સતવારા (ઉમર ૩૪) સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યુ હતુ કે, તેઓના પિતા ઘરમાં એકલા હતા ત્યારે ચોરી કરવાના ઇરાદે કલ્પેશ ઉર્ફે ઘોઘો કણઝારીયા તેના પિતાના ઘરમાં ઘુસ્યો હતો પરંતુ ઘરમાં કોઈ દરદાગીના રાખેલા ન હતા જેથી કરીને આરોપીએ માથાના ભાડે તિક્ષણ હથિયારનો ઘા મારીને તેમજ બોથડ હથિયાર પદાર્થના ત્રણ ઘા માર્યા હતા તેમજ ગળા, આંગળી અને જમણા પગે પણ તીક્ષ્ણ હથીયારથી ઘા મારવામાં આવ્યા હતા. જેથી ફરિયાદીના પિતા દિનેશભાઇ મહેતાનું મોત નીપજયું હતું.

હાલમાં મોરબી સીટી એ-ડિવીઝન પીઆઇ જે.એમ.આલે ઉપરોકત હત્યાના બનાવને અંજામ આપનાર કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા જાતે સતવારા (ઉમર ૩૪) રહે.મોરબી શનાળા રોડ આરાધના સોસાયટીની ગઇકાલ તા.૧૮-૧૨ ના સાંજે સાડા છએક વાગ્યાના અરસામાં ધરપકડ કરીને રીમાંડ ઉપર લેવા તજવીજ શરૂ કરેલ છે.






Latest News