હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીઓની હડતાળ સમેટાઇ, સોમવારથી હરરાજી શરૂ
નાઇટ પેટ્રોલીંગ..! : મોરબીના કુબેરનાથ મંદિરના પૂજારીના બંધ મકાનમાંથી તસ્કરો રોકડ-દાગીના મળી રૂા.૪૯ હજારની ચોરી કરી ગયા
SHARE
નાઇટ પેટ્રોલીંગ..! : મોરબીના કુબેરનાથ મંદિરના પૂજારીના બંધ મકાનમાંથી તસ્કરો રોકડ-દાગીના મળી રૂા.૪૯ હજારની ચોરી કરી ગયા
મોરબીના ગ્રીનચોક નજીક આવેલી દફતરી શેરીમાં બંધ રહેણાંક મકાનને નિશાન બનાવીને તસ્કરોએ રૂા.૪૯ હજારની કિંમતના સોના-ચાંદીના દાગીનાઓ અને રોકડ રકમની ચોરી કરી ગયેલ હોય ભોગ બનેલા કુબેરનાથ મહાદેવ મંદિરના પૂજારીએ ફરીયાદ નોંધાવેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગ્રીનચોકની પાસે આવેલી દફ્તરી શેરીમાં રહેતા અને હાલ પુજા માટે વારો હોય તે મકાનને બંધ કરીને છેલ્લા કેટલાક દિવસથી ગ્રીનચોક પાસેની જ શેરીમાં આવેલા કુબેરનાથ મહાદેવ મંદિર રહીને સેવા પૂજા કરતા ધિમલગીરી હર્ષદગીરી ગોસાઇ બાવાજી (ઉમર ૩૨) એ અજાણ્યા ઇસમ સામે ફરીયાદ નોંધાવતા જણાવેલ છેકે, હાલમાં તેઓ કુબેરનાથ મહાદેવ મંદિરમાં રહેતા હોવાથી તેમમું દફ્તરી શેરીમાં આવેલ મકાન ગત તા.૧૩-૧૨ થી બંધ હતુ અને ગત તા.૧૮-૧૨ ના જાણ થઇ હતી કે આ સમયગાળા દરમિયાનમાં તસ્કરે તેમના તે મકાનને નિશાન બનાવીને રૂા.૩૮,૫૦૦ ની કિંમતના સોમા-ચાંદીના દાગીના તેમજ રોકજ રૂા.૧૦,૫૦૦ એમ કુલ મળીને રૂા.૪૯,૦૦૦ ની ચોરી કરી ગયેલ છે. હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એસ.એમ.રાણાએ બનાવ અંગે ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોને આધારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
જોકે પોલીસના 'સઘન' નાઈટ પેટ્રોલીંગ બાબતે લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે.કારણ કે આગલા બે દિવસ પહેલા જ મોરબીના શનાળા રોડ ઉપર પાડોશી યુવાને ચોરીના જ ઇરાદે ઘરમાં ઘૂસીને જૈન વૃદ્ધની નિર્મમ હત્યા કરી ત્યારબાદ આ ચોરીની ફરિયાદ નોંધાતા હાલમાં પોલીસની ધાક અને કહેવાતા નાઇટ પેટ્રોલીંગને લઇને લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે.
મહિલા સારવારમાં
મોરબીના બગથળા ગામે આવેલ શિવસન પોલિપેક નામના યુનિટમાં રહીને ત્યાં જ મજૂરીનું કામ કરતી રજસ્વતીબેન રાજકિશોરભાઈ નામની ૧૯ વર્ષીય પરિણીતા તાપણું કરી રહી હતી ત્યારે તાપણું કરતાં સમયે બંને પગના ભાગે દાઝી જવાથી તેણીને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસ મથકના એમ.આર.ગામેતીએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.