મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન


SHARE







મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન

મોરબી શહેરમાં અસહાય, ગંગા સ્વરૂપ મહિલાઓ માટે એક નોખો, અનોખો સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. ગંગાસ્વરૂપ મહિલા સહાય સમિતિ, લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા આગામી તા. ૨૨/૨/૨૬ ના રવિવારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. અને ત્યારે કરિયાવરમાં દીકરીઓને સોના, ચાંદી સહીત ઢગલાબંધ વસ્તુઓ આપવામાં આવશે.

મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ તરફથી ૧૫ વર્ષથી વિવિધ સેવાકાર્ય શરૂ કરવામાં આવેલ છે. આ સેવાકાર્ય દેવકરણભાઈ આદ્રોજા અને ચંદ્રકાંતભાઈ દફતરી તરફથી શરૂ થયેલ છે આ સેવાયજ્ઞ મોરબી શહેરમાં જુદા જુદા વિસ્તારમાં ૧૪ કેન્દ્રો દ્વારા ચાલી રહેલ છે. અને આ સેવાકાર્યોને મોરબી શહેરના ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, લાયન્સ ક્લબના સભ્યો અને સમાજના દરેક સ્તરમાંથી ખુબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે.

ખાસ કરીને પ્રતિ માસ ૧૧૦૦ જેટલા ગંગાસ્વરૂપ, અસહાય મહિલાઓને અનાજની કીટ આપવામાં આવે છે. આ ઉપરાંત ગંગાસ્વરૂપ મહિલાઓને સાડી, દવાના બીલ, તેમના સંતાનોને પુસ્તક સહાય તથા સ્કોલરશીપ તથા તહેવારોમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે. ગંગાસ્વરૂપ અસહાય મહિલાઓને સ્વનિર્ભર થવા માટે, ગુજરાત સરકાર માન્ય સીલાઈકામનું શિક્ષણ આપવામાં આવે છે અને સિલાઈકામમાં ઉતીર્ણ થયા બાદ સિલાઈ મશીન આપી કાયમ માટે પગભર થઇ, સ્વાભિમાનપૂર્વક રોજીરોટી કમાઈ શકે છે. આજદિન સુધીમાં ૨૪૦ થી વધારે મહિલાઓને સ્વનિર્ભરતા અપાયેલ છે.

આ સેવાયજ્ઞમાં સૌથી શિરમોર પ્રવૃત્તિ સમૂહલગ્નની છેલ્લા ૯ વર્ષથી શરૂ કરવામાં આવી છે, જેમાં અસહાય વિધવા મહિલાઓ, વિધુર અને સમાજના વંચિત વર્ગની દીકરીઓના પ્રતિ વર્ષ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક દીકરીને અંદાજે ૧ લાખની કિંમતની ઘરવખરી, કબાટ, પલંગ, ગાદલા, ઓશીકા, રસોડાની તમામ ચીજવસ્તુઓ, પાંચ સાડી, પાંચ ડ્રેસ, મેકઅપના શણગારના સાધનો સહિતની સહાય કરવામાં આવે છે. તથા દરેક યુગલ દીઠ ૬૦ વ્યક્તિઓ આ શુભ અવસરમાં લાભ લઇ શકે તે મુજબ ચા, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

મોરબીના ઉમાઝ બ્યુટી પાર્લરના શ્રીમતી ઉમાબેન સૌમૈયા દ્વારા દરેક દીકરીઓને નિ:શુલ્ક દુલ્હનનો શણગાર સજી, તૈયાર કરી આપવામાં આવે છે. આ ૯ વર્ષોમાં ૨૯૫ થી વધારે દીકરીઓને શ્વસુરગૃહે વળાવવામાં આવી હોવાનું જણાવેલ છે. આગામી તા. ૨૨/૨/૨૬ ના રવિવારે આ મુજબના દસમાં સમૂહલગ્નનું આયોજન કરેલ છે. અને આ વર્ષે મોરબી શહેરના ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને લાયન્સ ક્લબના સભ્યો તરફથી કરિયાવર ઉપરાંત સોના ચાંદીના ઘરેણાઓ પણ આપવામાં આવશે.

આ સમૂહલગ્નમાં જોડાવવાની ઈચ્છા હોય તેઓ વર કન્યાના ૨ ફોટા, બન્ને ના જન્મતારીખના ઓરીજીનલ દાખલા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, માતા પિતા તથા બ્રાહ્મણનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, ચુટણી કાર્ડની ઝેરોક્ષ, કન્યા ની બેંક પાસબૂકની ઝેરોક્ષ માતા પિતાનો મરણ દાખલો લઇને આવવાનું રહેશે અને વધુ માહિતી માટે મહંત બાબુભાઈ (સાંઈ મંદિર ૯૯૦૯૨ ૧૫૭૫૫), ટી.સી.ફૂલતરિયા (૮૮૪૯૯૪૮૯૨૫), બાલુભાઈ કડીવર (૯૭૯૮૯૧૨૧૭) અને રણછોડભાઈ કૈલા (૯૮૨૫૮૦૮૨૮૨)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે. અને ખાસ કરીને ફોર્મ મેળવવા તેમજ પરત આપવા માટે મહંત બાબુભાઈ (સાંઈ મંદિર, રણછોડ નગર, મોરબી)નો સંપર્ક કરવાનો છે અને ફોર્મ સ્વીકારવાની છેલ્લી તા. ૨૨/૧/૨૬ છે. તેમજ વધુ માહિતી માટે ચંદ્રકાંત દફતરી (૯૮૨૫૨ ૨૩૧૯૯)નો સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યુ છે.






Latest News