મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોની તેમજ વંચિત વર્ગની દીકરીઓના ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ
Breaking news
Morbi Today

ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત


SHARE











ભૂકંપથી ખંઢેર બની ગયેલ મોરબીની એલ.ઇ. કોલેજ અંદાજે 108 કરોડના ખર્ચ રજવાડાએ આપેલ મહેલ જેવી મૂળ સ્થિતિમાં લઈ આવવામાં આવે તેવા સંકેત

દેશને હજારો ઇજનેર આપનાર મોરબીની એલ.ઇ. કોલેજ આજની તારીખે ખંઢેર હાલતમાં પડી છે અને છેલ્લા 24 વર્ષથી આ બિલ્ડીંગ ખંઢેર હોવા છતાં પણ તેની દરકાર લેવામાં આવી રહી નથી ત્યારે રજવાડાએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપેલ તેનો હેરિટેજ સમાન મહેલ ધીમેધીમે તેની ઓળખ પણ ગુમાવી રહ્યો છે ત્યારે આ હેરિટેજ સમાજ બિલ્ડીંગનું સારી રીતે જતન થાય અને તેનો વિદ્યાર્થીઓના ઉત્થાન માટે જ ઉપયોગ થાય તેવી લાગણી મોરબીના લોકો વ્યક્ત કરી રહ્યા છે.

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં મચ્છુ નદીના કાંઠે મોરબીના મહારાજા લખધીરસિંહ જાડેજાનો રાજમહેલ આવેલો હતો અને તે મહેલને વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગનો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તેના માટે તેમણે આપી દીધો હતો ત્યાર થી આ મહેલમાં શિક્ષણ પ્રવૃત્તિ કરવામાં આવતી હતી જો કે, અફસોસની વાત એ છે કે, આજની તારીખે છેલ્લા 24 વર્ષથી રજવાડાએ આપેલ આ મહેલ ખંઢેર જેવી હાલતમાં પડ્યો છે તેની દરકાર લેવાની તસ્દી સરકાર દ્વારા લેવામાં આવી રહી નથી જેથી કરીને દિવસેને દિવસે તેમાં વધુને વધુ નુકસાન થઈ રહ્યું છે તેવી લાગણી એલ.ઇ. કોલેજના પૂર્વ વિદ્યાર્થી કે.ડી. બાવરવાએ વ્યક્ત કરી હતી. 

વર્ષોથી અહીં લખધીરસિંહ એન્જિનિયરિંગ કોલેજ કાર્યરત હતી જોકે વર્ષ 2001 માં આવેલા ગોઝારા ભૂકંપમાં આ બિલ્ડીંગ જર્જરિત થયું હતું અને ત્યારબાદ તેનો વપરાશ બંધ કરવામાં આવ્યો હતો અને ક્રમશઃ એલ.ઇ.કોલેજના નવા બિલ્ડીંગો આસપાસના વિસ્તારમાં બનાવવામાં આવ્યા તેમજ ડિપ્લોમા વિભાગ મહેન્દ્રનગર કામ પાસે અલગથી કાર્યરત કરવામાં આવ્યો છે જેથી આ હેરિટેજ સમાન બિલ્ડીંગ સામે જોવાની કોઈએ તસ્દી ન લીધી જેના કારણે રાજવી પરિવાર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે આપવામાં આવેલ આ ભવ્ય ઈમારત આજે ખંઢેર બની ગઈ છે જો અહીંયા સારી રીતે રીનોવેશન કરીને તેને કાર્યરત કરવામાં આવે તો હજુ પણ તે વર્ષો સુધી કામ આપી શકે તેમ છે. તેવું રાજપુત સમાજના આગેવાન કનકસિંહ જાડેજાએ જણાવ્યુ છે,

હાલમાં આ બિલ્ડીંગનો કબજો સરકાર પાસે છે અને માર્ગ મકાન વિભાગના ઇજનેર હિતેશભાઇ આદ્રોજાએ જણાવ્યુ હતું કે, સમગ્ર રાજ્યની અંદર શિક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવતા હેરિટેજ બિલ્ડીંગોના રીનોવેશન માટે ડીપી બનાવવામાં આવી રહ્યો છે જેમાં મોરબીની એલ.ઇ. કોલેજનો ડીપી બનાવવાની કામગીરીનો પણ સમાવેશ કરવામા આવેલ છે અને અને 45 લાખના ખર્ચે ડીપી બનાવવા માટેનું કામ ચાલુ છે જે લગભગ પૂર્ણતાના આરે છે અને આગામી દિવસોમાં અંદાજે 108 કરોડ જેટલી રકમનો ખર્ચ કરીને મોરબીના રજવાડાએ જેવું બિલ્ડીંગ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અર્પણ કર્યું હતું તેવું જ આ બિલ્ડીંગ તેની મૂળ સ્થિતિમાં લાવવા માટેનું કામ કરવામાં આવનાર છે

હાલમાં ખંઢેર બની ગયેલ આ હેરિટેજ બિલ્ડીંગને મૂળ સ્થિતિમાં લાવવામાં આવશે તેવી વાતો કરવામાં આવી રહી છે જો કે, સરકારમાંથી તે કામ ક્યારે મંજૂર થશે ? અને ક્યારે મોરબીની એલ.ઇ. કોલેજ તેની મૂળ ઓળખ પાછી મેળવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે પરંતુ અહીંયા રમતગમતની અનેક સુવિધાઓની સાથે ઇન્ડોર ગેઇમ માટેની વ્યવસ્થા તેમજ બે મોટા ઓડિટોરિયમ જેવા હોલ આવેલ છે જો તેને કાર્યરત કરી દેવામાં આવે તો પણ વિદ્યાર્થીઓ અને કલાકારો માટે ખૂબ મોટી સુવિધા અહીં ઊભી થશે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.






Latest News