તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો
આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો
SHARE
આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો, બેટી પઢાવો કાર્યક્રમ કરવામાં આવ્યો
મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ આર્યતેજ ગ્રુપ ઑફ કોલેજ ખાતે તાજેતરમાં બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ મહિલા અને બાળ અધિકારી કચેરીના રાજદીપભાઈ પરમાર, ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર મહિલા અને બાળ અધિકારી કચેરીના મયુરભાઈ સોલંકી દ્વારા સાઇબર ક્રાઇમ અને સોશિયલ મીડિયા અવેરનેસ બાબતે સમજાવ્યું હતું ત્યારબાદ પીઆઇ પી.એચ.લગધીરકાએ મેડિકલ એન્ડ પેરા મેડિકલ વિદ્યાર્થી બહેનોને બેટી બચાવો બેટી પઢાવો વિશે સમજાવ્યું હતું જેમાં સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરવું, કોઈ પ્રોબ્લેમમાંથી કેવી રીતે બહાર આવવું, 118 હેલ્પલાઇન નંબર વિશે સમજાવ્યું હતું તેમજ મહિલા પોલીસનું મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ કોલેજના ટ્રસ્ટી ડોક્ટર મિલન વ્યાસ દ્વારા કાર્યક્રમમાં આવેલા અધિકારીઓએ સહિતનાઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી તે બદલ સંચાલક દ્વારા આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના તમામ સ્ટાફને બિરદાવવામાં આવેલ હતો.