મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરાયું મતદાન


SHARE







મોરબીના લીલાપર ગામે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરાયું મતદાન

મોરબીના લીલાપર ગામે આજે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું અને તેઓએ આગામી સમયમાં મોરબી જિલ્લાની અંદર હાલમાં જે 197 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઇ રહી છે તેમાંથી સરપંચ અને સભ્યો તરીકે જે કોઈ વ્યક્તિ ચૂંટાય તેમના દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ ગામના છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં કુલ મળીને 197 ગ્રામ પંચાયત માટે હાલમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને ગામમાં ગ્રામજનો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યો છે ત્યારે જો વાત કરીએ મોરબી નજીકના લીલાપર ગામની તો લીલાપર ગામ ના મતદાર અને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા આજે વહેલી સવારે પોતાના ગામની પ્રાથમિક શાળામાં જઈને મતદાન કર્યુ હતું અને ત્યારે તેઓએ જે 197 ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યા જે કોઈ વ્યક્તિ સરપંચ કે સભ્ય તરીકે ચુંટાઈ તેમના દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ ગામના છેવાડાના લોકો સુધી પહોંચે તેવી કામગીરી કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે સાથોસાથ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવે તેવી પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે.






Latest News