મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની ૧૯૭ ગ્રામ પંચાયતમાં સરેરાશ ૭૮ ટકા મતદાન: મંગલવારે સરપંચનો ફેંસલો


SHARE









મોરબી જિલ્લાની ૧૯૭ ગ્રામ પંચાયતમાં સરેરાશ ૭૮ ટકા મતદાન: મંગલવારે સરપંચનો ફેંસલો

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ૧૯૭ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને ચૂંટી કાઢવા માટે તેને ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું હતું અને વહેલી સવારે કડકડતી ઠંડીમાંથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં જે ૧૯૭ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેનું સરેરાશ મતદાન ૭૮ ટકાથી વધુ થયું હોવાનું હાલમાં ચૂંટણી વિભાગના અધિકારીઓ પાસેથી જાણવા મળી રહ્યું છે

સમગ્ર ગુજરાતની અંદર ગ્રામ પંચાયત માટે થઈને ચૂંટણી યોજાઈ રહી છે અને સવારથી લઇને સાંજ સુધી મતદારો દ્વારા ઉત્સાહપૂર્વક મતદાન કરવામાં આવ્યું છે જેથી કરીને હાલમાં ઉમેદવારોના ભાવિ મત પેટીમાં કેદ થઈ ગયા છે જે તા. ૨૧ ને મંગલવારે ખૂલશે ત્યારે ગામના સરપંચ અને સભ્યો નક્કી થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જોકે મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાની અંદર ૧૯૭ ગ્રામ પંચાયતો માટે આજે ચૂંટણીનું મતદાન થયું હતું અને સવારથી લઈને સાંજ સુધીમાં શાંતિપૂર્ણ માહોલની અંદર ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું હતું અને કોઈપણ જગ્યાએ વાદ વિવાદ થયેલ ન હોવાનું હાલમાં જિલ્લા ચૂંટણી વિભાગ પાસેથી જાણવા મળી રહ્યું છે

વધુમાં માહિતી આપતા જિલ્લાના ચૂંટણી વિભાગના અધિકારી સૂત્રોએ જણાવ્યુ છે કે, સવારના સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી જે ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું છે તેમાં જો સરેરાશ ટકાવારીની વાત કરીએ તો મોરબી જીલ્લાનું સરેરાશ ૭૮ ટકા કરતાં વધુ મતદાન થાય તેવું હાલમાં આંકડાકીય માહિતી પરથી સામે આવી રહ્યું છે જોકે તાલુકા વાઇઝ આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો હળવદ તાલુકામાં ૮૧.૧૭ ટકા, મોરબી તાલુકામાં ૬૮ ટકા, માળીયા તાલુકામાં ૮૧ ટકા, ટંકારા તાલુકામાં ૭૮ ટકા અને વાંકાનેર તાલુકામાં ૮૨ ટકા કરતાં વધુ મતદાન થાય તેવું હાલમાં દેખાઈ રહયું છે હાલમાં ઘણા મતદાન મથકો ઉપર છેલ્લી ઘડીની કામગીરી ચૂંટણીનાં સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી હોય આંકડાકીય માહિતી આપવાની બાકી છે જેથી કરીને આ આંકડામાં થોડો ઘણો ફેરફાર થાય તેવી શક્યતાઓ અધિકારીએ વ્યક્ત કરી છે 




Latest News