મોરબી જિલ્લાની ૧૯૭ ગ્રામ પંચાયતમાં સરેરાશ ૭૮ ટકા મતદાન: મંગલવારે સરપંચનો ફેંસલો
મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ડાન્સ કોમ્પીટીશન- કલાકારોને એવોર્ડ અર્પણ કરાયા
SHARE
મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ડાન્સ કોમ્પીટીશન- કલાકારોને એવોર્ડ અર્પણ કરાયા
મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી ઓપન ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવી રહ્યું છે આવી જ રીતે રવિવારે પણ બાળ મજૂરી નાબુદી અભિયાન અંતર્ગત ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીની દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી ખાતે યોજાયેલા કાર્યક્ર્મમાં ભાગ લેવા માટે ગુજરાતનાં જુદાજુદા જિલ્લાઓમાથી કલાકારો આવ્યા હતા અને તેઓએ લોકોની સમક્ષ પોતાની કૃતિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમ માટે ઓડિટોરિયમ તથા અન્ય વ્યવસ્થા મોરબીના જાણીતા યુવા આર્મી ગ્રુપના પિયુષભાઈ બોપલિયા અને તેની ટીમે કરી હતી અને આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મોરબી સિરમાઈક એસો.ના માજી પ્રમુખ મુકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને રામધન આશ્રમના ભાવેશ્વરી દેવી સહિતના આગવેનાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘનશ્યામસિંહ એસ.ઝાલા (પ્રમુખ નારાયણ સેવા સંસ્થા- મોરબી,રાજકોટ), લાલજીભાઈ મહેતા, બળવંતભાઈ ભટ્ટ, હિતેશભાઇ મહેતા સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી