યુદ્ધની અસર: મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસાના ભાવમાં વધારો, વેસ્ટ પેપરની આવક બંધ, ઉદ્યોગ ઑક્સીજન ઉપર આવી ગયો મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાંથી સાયબર ફ્રોડની આંગડિયા મારફતે મોકલવેલ રકમ રિસીવ કરનારા અમદાવાદના શખ્સની ધરપકડ


SHARE













મોરબીમાંથી સાયબર ફ્રોડની આંગડિયા મારફતે મોકલવેલ રકમ રિસીવ કરનારા અમદાવાદના શખ્સની ધરપકડ

મોરબીમાં રહેતા અલગ અલગ વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ કે પછી છેતરપિંડીથી 38.42 લાખથી વધુની રકમ મેળવવામાં આવી હતી અને ત્યારબાદ તેને ચેક અથવા એટીએમથી વિડ્રો કરી આંગડિયા મારફતે મોકલી આપીને સગેવગે કરી હતી જેથી મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સો સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી જે ગુનામાં આંગડિયા મારફતે આવેલ રકમ રિસીવ કરનારા શખ્સની ધરપકડ કરેલ છે.

સમગ્ર ભારતદેશની અંદર મ્યુલ એકાઉન્ટની અંદર સાયબર ફ્રોડ અને છેતરપિંડીના નાણા મંગાવીને તેને સગેવગે કરવામાં આવતા હોય છે તેવું ધ્યાન પર આવ્યા બાદ ધડાધડ સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધવામાં આવી રહી છે અને આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે તેવામાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ગત તા 15/12 ના રોજ જયદીપપુરી કિશોરપૂરી ગોસ્વામી, આર્યમન ઉર્ફે ઉદય રાજેશભાઈ રુઝા, ભરતભાઈ પરમાર, તથા અભિષેકસિંહ ઉર્ફે અભિરાજસિંહ દશરથસિંહ જાડેજા અને તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતી અને તેમાં જણાવ્યું હતું કે અભિષેકસિંહ જાડેજા દ્વારા લાગતા વળગતાઓ સાથે મીલાપીપણું કરીને પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું રચી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી સાયબર ફ્રોડ કે પછી છેતરપિંડી કરીને નાણાં મેળવવામાં આવ્યા હતા અને તે નાણા જયદીપપુરી, આર્યમન અને ભરતભાઈના બેન્ક એકાઉન્ટમાં આવ્યા હતા અને તેઓને આર્થિક લાભ આપવાની લાલચ આપીને તેના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કુલ મળીને 38,42,650 મેળવી લીધા બાદ તેને ચેક કે એટીએમથી વિડ્રો કરીને આંગડિયા મારફતે મોકલાવીને સગેવગે કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે પહેલા જયદીપપુરી કિશોરપૂરી ગોસ્વામી અને આર્યમન ઉર્ફે ઉદય રાજેશભાઈ રુઝાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ. વસાવા તેમજ તેની ટીમે આરોપી ભાર્ગવ  દિનેશભાઇ પૂજારા (38) રહે. અર્જુન સ્કાઈ લાઇન સાયન્સ સિટી અમદાવાદ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મોરબીથી ફ્રોડ કરીને મેળવેલ રકમ આંગડિયા મારફતે મોકલાવવામા આવે તે રકમ હલમ પકડાયેલ આરોપી રિસીવ કરનારા છે. અને તે કોને આ રકમ આપતો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.






Latest News