મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સાયબર ફ્રોડની બેન્ક એકાઉન્ટમાં આવેલ રકમ રોકડેથી આંગડિયું કરવાનું કામ કરનારા બે આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં સાયબર ફ્રોડની બેન્ક એકાઉન્ટમાં આવેલ રકમ રોકડેથી આંગડિયું કરવાનું કામ કરનારા બે આરોપીની ધરપકડ

મોરબી જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનામાં આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં સાયબર ફ્રોડની કરીને મેળવેલ રકમને આગળ આંગડિયું કરનારા બે શખ્સને પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે.

છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યા હતા જેથી સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી કોઈ પણ બેંક એકાઉન્ટમાં રૂપિયા લેવામાં આવ્યા હોય તો તે બેન્ક એકાઉન્ટના ધારક સહિતની આખી સિન્ડિકેટરને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરીને ધડોધડ ગુના નોંધીને આરોપીઓને પકડવાની શરૂઆત કરી છે તેવામાં મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે વસંત જયરાજભાઇ વાઘેલા રહે. કોળીની વાડી રોકડિયા હનુમાન મંદિર પાસે મોરબી, લાલજીભાઈ શામજીભાઈ દેગામા રહે. માધાતા સોસાયટી પુરા મોરબી, રવિભાઈ ગઢવી રહે. મોરબી અને ગોપાલભાઈ ઉપસરીયા રહે. મધુપુર તાલુકો મોરબી તથા તપાસમાં જેના નામ ખુલે તેની સામે સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાય હતી જેમાં જણાવ્યું હતું કે વસંત વાઘેલા અને લાલજીભાઈ દેગામાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી 2,01,120 રૂપિયા આવ્યા હતા જે રવિભાઈ ગઢવી અને ગોપાલભાઈ ઉપસરિયાએ લાગતા વળગતાઓ સાથે પૂર્વ આયોજિત કાવતરું રચીને તે રકમને બેન્ક એકાઉન્ટમાંથી ચેકથી કે એટીએમ મારફતે વીડ્રો કરી હતી અને તે નાણાને સગેવગે કર્યા હતા અને આર્થિક લાભ મેળવ્યો હતો. 

જે ગુનામાં પોલીસે આગાઉ વસંત જયરાજભાઇ વાઘેલા અને લાલજીભાઈ શામજીભાઈ દેગામાની ધરપકડ કરી હતી અને હાલમાં પોલીસે આ ગુનામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.વસાવા અને તેની ટીમ દ્વારા હાલમાં આરોપી રવિ નારણભાઈ દેવસુર (30) રહે. ધરમપુર રોડ લાભનગર મોરબી તથા ભાવિન નરેન્દ્રભાઈ ત્રિવેદી (43) રહે. લક્ષ્મીનગર સોસાયટી શુભલક્ષ્મી એપાર્ટમેન્ટ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે સાયબર ફ્રોડ કરીને બેન્ક એકાઉન્ટમાં આવેલા નાણા રોકડેથી મેળવીને તેને આગળ આંગડિયું કરવાનું કામ હાલમાં પકડાયેલા આરોપીઓ દ્વારા કરવામાં આવતું હતું જેની સામે તેને ત્રણ ટકા જેટલું કમિશન મળતું હતી. જેથી આ બંને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે અને ફ્રોડ કરીને મેળવેલા રૂપિયા આગળ કોને મોકલવામાં આવતા હતા તે દિશામાં આગળની તપાસ હાથ ધરાશે.






Latest News