મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી : સુલતાનપુર ગામે બાઈક ભેંસ સાથે અથડાતા હળવદના યુવાનનું મોત


SHARE







મોરબી : સુલતાનપુર ગામે બાઈક ભેંસ સાથે અથડાતા હળવદના યુવાનનું મોત

હળવદ તાલુકાના મીંયાણી ગામનો યુવાન લઈને સુલતાનપુર ગામેથી જતો હતો તે દરમ્યાન ત્યાં તેનું બાઈક ભેંસની સાથે અથડાયુ હતું. આ બનાવમાં ઈજા પામેલ યુવાનનું ટુંકી સારવાર બાદ મોત નિપજયું હતું. પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

મોરબીના માળીયા (મીં) તાલુકાના સુલતાનપુર ગામે કામ સબબ ગયેલા અજયભાઈ કરશનભાઈ જીંજુવાડીયા નામનો 22 વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ગત તા.25/12 ના રાત્રીના આઠેક વાગ્યે તેનું બાઈક ભેંસની સાથે અથડાયું હતું. જે બનાવમાં ઈજાગ્રસ્ત હાલમાં અજય જીંજુવાડીયાને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જોકે ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે જાણ કરવામાં આવતા એ ડીવીઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમીક તપાસ કરીને વધુ તપાસ અર્થે માળીયા (મીં) પોલીસને જાણ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માત
 મોરબી સામાકાંઠેના રાજ ફાટક સોલંકી પાન પાસે વાહન અકસ્માતમાં ઈજા થતા પ્રતિક યોગેશભાઈ જોષી (27) રહે.લાલબાગ સામાકાંઠે મોરબી-2ને સારવારમાં ખસેડાયો હતો. ધ્રાંગધ્રા પાસેના બાયસાબગઢ પાસે બાઈક સ્લીપ થઈ જતા જાનીબેન ગોવાભાઈ મુંધવા (56) કંકાવટી તા.ધ્રાંગધ્રાને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. તેમજ હળવદ પાસેના સરા ગામના નરશીભાઈ વરમોરા (73)ને વાહન અકસ્માતમાં ઈજા થતા બેભાન હાલતમાં સારવાર માટે મોરબી લવાયા હતા.

યુવાન સારવારમાં
 મોરબી-2 ભડીયાદના તળાવ નજીક બાઈક સ્લીપ થઈ જતા પ્રતિક જગદીશભાઈ વારનેસીયા (25) રહે. ધર્મસિધ્ધિ સોસાયટી મોરબીને ઈજા થતા સારવાર માટે લઈ જવાયો હતો. તેમજ જાંબુડીયા ગામે મારામારીમાં ઘવાયેલા વિનોદભાઈ બાબુભાઈ વરાણીયા (40) રહે. જુના ઘુંટુ રોડને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે જેતપર- દેવળીયાના રસ્તે બાઈક સાથે બાઈક અથડાતા ઈજા પામેલ કુલદીપ કાંતિલાલ હમીરપરા (29) રહે. જીવાપર તા.મોરબીને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

દવા પી જતા સારવારમાં
 માળીયાના રાયસંગપર ગામે અકણ કારણોસર ઝેરી દવા પી જતા વિનોદભાઈ આંબાભાઈ રંગપરીયા (45)ને સારવાર માટે મોરબી ખસેડાયા હોય પોલીસે બનાવ અંગે તપાસ કરી હતી. ચુલી (ધ્રાંગધ્રા) નજીક રીક્ષાને આઈસર ચાલકે હડફેટે લેતા બાજુબેન બાવલભાઈ પઢીયાર રાજપુત (67) રહે. ચુલીને સારવાર માટે અત્રે આયુષમાં ખસેડાયા હતા. તેમજ વાવડી રોડ બાપા સીતારામ મઢુલી નજીક બાઈક પાછળથી નીચે પડી જતા જયાબેન માણસુરભાઈ અવાડીયા (75) રહે. મીરા પાર્કને સારવારમાં દવાખાને ખસેડાયા હતા.

 તેમજ શનાળા પાસેના લાયન્સનગરમાં થયેલી મારામારીમાં ઈજા પામેલા ધર્મિષ્ઠાબેન અનિલભાઈ બારોટ (33), વિશાલ અનિલભાઈ બારોટ (25) તથા મુકતાબેન અનિલભાઈ બારોટ (47) રહે. લાયન્સનગર શનાળાને સારવાર માટે સિવિલે ખસેડાયા હતા






Latest News