મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી વ્યાસ યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ: મેલોડી ઇલેવન ટીમ વિજેતા


SHARE









મોરબી વ્યાસ યુવા સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ: મેલોડી ઇલેવન ટીમ વિજેતા

મોરબી વ્યાસ યુવા સંગઠન દ્વારા તારીખ 28 ને રવિવારના રોજ ધ રોઅર ક્રિકેટ એકેડેમીના મેદાન ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. મોરબી મચ્છુકાંઠામાં રહેતા તમામ વ્યાસ યુવાનો દ્વારા ક્રિકેટ ઓક્શન કરવામાં આવેલ હતું.

જેમાં ચાર ટીમના 04 ઓનર અને 04 કેપ્ટન ઓપ્શનમાં બેઠા હતા. જેમાં ધનશ્રી 11, મેલડી 11, એમ્પરર 11 અને નટખટ 11 એમ મળીને કુલ 04 ટીમ હતી. જેમાં 66 જેવા યુવાનોએ રજીસ્ટ્રેશન કરેલ હતું. દરેક ટીમમાં 12- 12 સભ્યો એમ ચાર ટીમ બનાવી હતી. જેમાં મહેમાનો ને બેસવા માટે મંડપ સર્વિસ, સાઉન્ડ, ચા પાણી અને નાસ્તો વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને સવારે આઠ વાગ્યાથી જ વારાફરતી ચારે ચાર ટીમો વચ્ચે ક્રિકેટનો મુકાબલો થયો હતો. જેમાં અંતે મેલડી 11 ટીમ વિજેતા બની હતી. જયારે એમ્પોરર 11 રનરઅપ રહી હતી. આ ટુર્નામેન્ટ સમાપન બાદ વ્યાસ જ્ઞાતિના અગ્રણીઓ અને મોભીઓ, યુવા સંગઠનના મિત્રોના હાથે વિજેતા ટીમને, રનર અપ ટીમને તેમજ સૌથી સારી બોલિંગ કરનાર, સૌથી સારી બેટિંગ કરનાર તમામને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આગામી સમયમાં યુવાનો સમાજમાં આવા અનેકાનેક કાર્યક્રમ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.




Latest News