મોરબી નજીક કારખાનામાં ફોર ક્લિપ વાહનના ચાલકે હડફેટે લેતા માથા-શરીરે ઇજા પામેલ મહિલાનું મોત
હળવદના સાપકડા ગામે ઘરમાં સંતાડેલી ચાવીથી ઘર ખોલીને 50 હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી
SHARE
હળવદના સાપકડા ગામે ઘરમાં સંતાડેલી ચાવીથી ઘર ખોલીને 50 હજારના સોના-ચાંદીના દાગીનાની ચોરી
હળવદના સાપકડા ગામે રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને કુલ મળીને 50,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ભોગ બનેલ યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા લક્ષ્મણભાઈ રતુભાઈ જાંબુકિયા (48)એ અજાણ્યા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના રહેણાંક મકાનને અજાણ્ય શખ્સે નિશાન બનાવ્યું હતું અને મકાનમાં બહારના ભાગે સંતાડેલ ઘરની ચાવીથી દરવાજો ખોલીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને લોખંડની તિજોરીની અંદર રાખેલ સોના ચાંદીના દાગીના જેમાં સાતથી આઠ જોડી તૂટેલા સાંકડા, કેડે પહેરવાનો કંદોરો, બે જોડી ઝાંઝરી જેનું કુલ વજન એક કિલો તથા સોનાના અલગ અલગ દાગીના જેમાં એક જોડી જૂની તૂટેલી બુટી ,બે ઓમ, એક કાનમાં પહેરવાની ચોક વગેરે મળીને પાંચથી છ ગ્રામ ના સોનાના દાગીના આમ કુલ મળીને 50,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી થયો હોવા અંગેની હાલમાં યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છ
બાળકી સારવારમાં
માળીયા મીયાણામાં આવેલ માલાણી શેરી સંધવાણી વાસમાં રહેતી શબનમ ઈબ્રાહીમભાઇ સંધવાણી (9) નામની બાળકીને ઘર પાસે બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ બાળકીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
ઝેરી દવા પી લીધી
હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા વીપીન રામભાઈ તડવી (35) નામના યુવાને કોઇ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.