મોરબી નજીક કારખાનામાં ફોર ક્લિપ વાહનના ચાલકે હડફેટે લેતા માથા-શરીરે ઇજા પામેલ મહિલાનું મોત
SHARE
મોરબી નજીક કારખાનામાં ફોર ક્લિપ વાહનના ચાલકે હડફેટે લેતા માથા-શરીરે ઇજા પામેલ મહિલાનું મોત
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કજારીયા કંપનીમાં લાઈન પોલીસિંગ યુનિટમાં કામ કરતી મહિલાને ફોર ક્લિપ વાહનના ચાલકે હડફેટે લેતા મહિલાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે પહેલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મૂળ એમપીના રહેવાસી અને હાલમાં મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કજારીયા વિટ્રીફાઈડ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કમલેશ ભગા ગમાર (26)એ હાલમાં ફોર ક્લિપ વાહન નંબર જીજે 12 બીજે 8688 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, કજારીયા કંપનીમાં લાઈન પોલિસિગ યુનિટ-2 માં ફરિયાદીના પત્ની પપીતાબેન તથા તેમના બહેન રેખાબેન જાડુ મારતા હતા ત્યારે આરોપીએ પોતાનું વાહન બેફિકરાયથી ચલાવ્યું હતું અને ફરિયાદીના પત્નીને આગળથી ઠોકર મારતા ફરિયાદીના પત્નીને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માતમાં દંપતીને ઇજા
અદેપર ગામે રહેતા સુખદેવભાઈ વીરજીભાઈ સુરેલા (35) અને દિવ્યાબેન સુખદેવભાઈ સુરેલા (35) વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામ પાસેથી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા બંનેને ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવમાં દિવ્યાબેનને વધુ ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીથી રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
ટંકારામાં રહેતા અજય કિશોરભાઈ (25) નામના યુવાનને પુલ નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા પી લેતા સારવારમાં
ટંકારા તાલુકાના ખીજડીયા ગામે રહેતા મનુભાઈ રમેશભાઈ અજનાર (27) નામના યુવાને વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.