હળવદ તાલુકામાં સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડમાં ઝડપાયેલ મુખ્ય સૂત્રધારના 11 દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં વાહન ચેકિંગ-કોમ્બીંગ દરમ્યાન બ્લેક ફિલ્મ વાળી ૫૭ અને ફેન્સી નંબર પ્લેટ વાળી ૩૭ કારના ચાલકો સામે કાર્યવાહી
SHARE
મોરબીમાં વાહન ચેકિંગ-કોમ્બીંગ દરમ્યાન બ્લેક ફિલ્મ વાળી ૫૭ અને ફેન્સી નંબર પ્લેટ વાળી ૩૭ કારના ચાલકો સામે કાર્યવાહી
૩૧ ડીસેમ્બરને ધ્યાને રાખીને પોલીસે મોરબી શહેરમાં કોમ્બીંગ કર્યું હતું અને વાહન ચેકિંગ કર્યું હતું ત્યારે ખાસ કરીને નંબર પ્લેટ વગરના વાહનો, બ્લેક ફીલ્મ વાળા વાહનોના ચાલક સામે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ પણ વસૂલ કરવામાં આવેલ હતો.
મોરબી જિલ્લાના એસપી મુકેશકુમાર પટેલ દ્વારા મોરબી શહેર વિસ્તારમાં કોમ્બીંગ તથા વાહન ચેકીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ડીવાયએસપી પી.એ.ઝાલા તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી., ટ્રાફિક શાખા, મોરબી એ અને બી ડિવિઝન તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીની અલગ અલગ ટીમો બનાવીને તેમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ સહિતની કામગીરી કરી રહ્યા હતા ત્યારે દારૂ પી ને વાહન ચલાવતા ઇસમો, કાળા કાચ વાળી ફોરવ્હીલ ગાડીઓ, ફેન્સી નંબર પ્લેટ, નંબરપ્લેટ વગરના વાહનો તેમજ શીટ બેલ્ટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો, રોંગ સાઇડ તથા ટ્રાફિકને અડચણરૂપ થાય તેવા વાહન ચાલકો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કોમ્બીંગ દરમ્યાન કાળા કાચ વાળી ગાડીઓના ૫૮ કેસ, ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનોના ૩૭ કેસ, શીટ બેલ્ટના ૪ કેસ, નશાની હાલતમાં વાહન ચલાવનારા સામે ૭ કેસ, ટ્રાફિક અડચણરૂપ પાર્કીંગના ૨ કેસ, દારૂના ૭ કેસ કર્યા હતા અને ૧૧ વાહન ડીટેઇન કરેલ છે તેમજ ૧ શખ્સ તિક્ષ્ણ હથિયાર સાથે પકડાયો હતો તેની સામે કાર્યવાહી કરેલ છે તથા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી ૧,૦૦,૬૦૦ દંડ વસૂલ કરવામાં આવેલ છે.