મોરબીમાં પાર્ટી પ્લોટના પાર્કિંગમાંથી બે સ્કૂટરની ચોરી કરવાના ગુનામાં બે આરોપીની ધરપકડ
હળવદના માથક ગામે અચાનક ઉધરસ બાદ લોહીની ઉલટી થતાં વૃદ્ધનું મોત
SHARE
હળવદના માથક ગામે અચાનક ઉધરસ બાદ લોહીની ઉલટી થતાં વૃદ્ધનું મોત
હળવદના માથક ગામે રહેતા વૃદ્ધને અચાનક ઉધરસ આવતા લોહીની ઉલટી થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
હળવદ તાલુકાના માથક ગામે રહેતા અશોકભાઈ ગાંડુભાઈ બોરાણીયા (60) નામના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે તેઓને અચાનક ઉધરસ થવા લાગી હતી અને ત્યારબાદ તેઓને લોહીની ઉલટી થઈ હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં હોસ્પિટલે ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
મહિલા સારવારમાં
ભુજના રાપર તાલુકાના ખીરઈ ખાતે રહેતા મીનાબેન દિલીપભાઈ ભીલ (35) નામના મહિલાએ કોઈ કારણોસર એસિડ પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.
આધેડ સારવારમાં
મોરબીમાં આવેલ કડીયા કુંભાર શેરીમાં રહેતા મહમદહનીફ ગનીભાઈ (50) નામના આધેડ રેલવે સ્ટેશન રોડ ઉપર જડેશ્વર મંદિર પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને આધેડને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને લાવ્યા હતા ત્યા તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે.