મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી સાધના વિદ્યાલયમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો


SHARE









મોરબીમાં આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત શ્રી સાધના વિદ્યાલયમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોરબીમાં આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી સંચાલિત મોરબીમાં આવેલ શ્રી સાધના વિધાલય દ્વારા તાજેતરમાં ધો. 10 અને 12 ના વિધાર્થીઑ માટે બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા તેમજ કારકિર્દીનું ઘડતર અંગે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમીનારમાં આશરે 100 થી વધારે વિધાર્થીઓએ લાભ લીધો હતો અને તેઓને પરીક્ષાની તૈયારી, કારકિર્દીનું ઘડતર તેમજ ભવિષ્યની સમસ્યા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમીનરનું નેતૃત્વ શાળાના આચાર્ય વિશાલ એમ. વિડજાએ આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમીના ચેરમેન પ્રસાદભાઈ ગોરીયાના માર્ગદર્શન હેઠળ કર્યું હતું જેમાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના BBA, BCA  ના આચાર્ય અને પ્રોફેસર ડો. હિરેન મહેતા અને આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના એડમીન વિભાગના HOD હિતેષ સોરીયાએ વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસના મેનેજમેન્ટ દ્વારા ઈન્સ્ટિટ્યૂટના ફેકલ્ટીના આવા પ્ર્યત્નોની પ્રશંસા કરવામાં આવી હતી.




Latest News