મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ


SHARE









મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબી જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ ડો. બી.કે. લહેરુના અધ્યક્ષ સ્થાને સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા માટે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં રાજકારણમાં બ્રહ્મ સમાજનું યોગદાન અને સક્રિયતા વિષય રાખવામા આવેલ હતો અને મોરબીના પરશુરામધામ ખાતે આ વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 1 થી લઈને 75 વર્ષની ઉંમર સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા થનારને લહેરુ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ઈનામ આપવામાં આવ્યા હતા. જેમાં ઠાકર માહી, ભટ્ટ ધૈર્ય, આર્ય અને હેમાબેન જોષી, ભટ્ટ જલધી, અરૂણ શુક્લ તથા વકીલ યતીન દવે વિજેતા જાહેર થયા હતા. તમામને પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર પ્રમાણે આર્ટીકલ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે વકીલ જગદીશ ઓઝા, રવિન્દ્ર ત્રિવેદી, નીરવ રાવલ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ પ્રસંગે વિનુભાઈ ભટ્ટ, ભુપતભાઈ પંડ્યા, ડો. રાજુભાઈ ભટ્ટ, હિતેષ ભટ્ટ વગેરે મહેમાનો હાજર રહ્યા હતા.




Latest News