હળવદ પોલીસ સ્ટાફને ટ્રાફીક કામગીરી દરમિયાન કાર પગ ઉપરથી ફરી વળતા સારવારમાં
મોરબીમાં અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટની એક દિવસીય તાલીમ યોજાઈ
SHARE
મોરબીમાં અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટની એક દિવસીય તાલીમ યોજાઈ
“અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ” તરીકેની તાલીમ આપવાની નવી યોજનાના તાલીમ વર્ગો બાગાયત નિયામકની હાજરીમાં ઓનલાઈન માધ્યમથી શરુ થઇ તેના ઉપક્ર્મે નાયબ બાગાયત નિયામકની કચેરી, મોરબી અને કે.વી.કે. મોરબીના સંયુક્ત ઉપક્ર્મે તા.૨૦-૧૨ ના રોજ કે.વી.કે. ખાતે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ” અંગેની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં કિચન ગાર્ડનિંગ, કેનીંગ અને અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે કિચન ગાર્ડ્ન અને તેનુ મહત્વ તથા તેમાં વપરાતા બાગાયતી યંત્રો ટેરેસ ગાર્ડન અને ઇન્ડોરગાર્ડનનું મહત્વ ફળ અને શાકભાજીનું આહારમાં મહત્વ તથા બાગાયતી પાકની હાલની સ્થિતિ અને કિચન ગાર્ડનમાં આવતા મુખ્ય રોગ અને જીવાત અને તેનું નિયંત્રણ વિશે મહિલાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લાના નાયબ બાગાયત નિયામક આર.કે. બોઘરા, મોરબી બાગાયત અધિકારી બી.એચ. કોઠારીયા, હળવદ બાગાયત અધિકારી ડી.જી. પ્રજાપતિ, મોરબી કે.વી.કે. ના વિષય નિષ્ણાંત ડી.એ. સરાડવા તેમજ ૪૫ થી વધુ મહિલાઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો તેમ નાયબ બાગાયત નિયામક મોરબી દ્વારા જણાવાયું છે.