હળવદ પોલીસ સ્ટાફને ટ્રાફીક કામગીરી દરમિયાન કાર પગ ઉપરથી ફરી વળતા સારવારમાં
SHARE









હળવદ પોલીસ સ્ટાફને ટ્રાફીક કામગીરી દરમિયાન કાર પગ ઉપરથી ફરી વળતા સારવારમાં
મોરબીના હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે રહેતા અને હળવદ પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી ટ્રાફીક ફરજ ઉપર હતા તે દરમિયાન તેમના પગ ઉપરથી કાર ફરી વળતા તેમને સારવારમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામના રહેવાસી રવિરાજસિંહ શક્તિસિંહ પરમાર નામના ૨૮ વર્ષીય પોલીસ જવાન હળવદ પોલીસ મથક ખાતે ફરજ બજવતા હોય તેઓ ટ્રાફીક કન્ટ્રોલની ફરજ બજાવી રહ્યા હતા અને ટ્રાફિક કામગીરી દરમિયાન ગઇકાલના તેમના પગ ઉપરથી કાર ફરી વળી હતી.જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલે ખસેડાયા હતા.
પરણિતા સારવારમાં
મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામની રહેવાસી પરણિતાએ ઘંઉમાં નાખવાના ટીકડા ખાઇ લેતા સારવારમાં ખસેડાયા હતા.જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના નાગડાવાસ ગામે રહેતા મેરામભાઈ માવાભાઇ રાઠોડના પત્ની મનીષાબેન (ઉંમર ૩૦) એ ઘંઉમાં નાંખવાના ટીકડા ખાઇ લેતાં તેઓને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે મનિષાબેનનો લગ્ન ગાળો આઠ વર્ષનો છે અને હાલ બે સંતાન છે.
યુવાન સારવારમાં
માળિયા મિંયાણાના કાજરડા ગામનો રહેવાસી નુરમામદ વલીમામદ વિરમાણી નામનો ૩૮ વર્ષનો યુવાન કાજરડા ગામ નજીકથી પગપાળા જતો હતો ત્યાં રસ્તામાં અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રસ્ત નુરમામદભાઈને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના માધાપરામાં રહેતા જયસુખ મૂળજીભાઈ ચાવડા નામના ૧૭ વર્ષીય યુવાનને વાડી વિસ્તારમાં પ્રાથમિક શાળા નજીક બાઈકના પાછળના ભાગેથી પડી જતા ઇજાગ્રસ્ત જયસુખ ચાવડાને પણ સારવારમાં ક્રિષ્ના હોસ્પિટલે લવાયો હતો.તેમજ મોરબીના વાઘપર ગામના મહેબુબ ઇસાભાઈ કૈડા (૪૯) બાઇકમાં બેસીને જતા હતા ત્યારે બાઇકમાંથી નિચે પડી જતાં મહેબુબભાઈને પણ સારવારમાં ખસેડાયા હતા.
