મોરબીમાં અર્બન હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટની એક દિવસીય તાલીમ યોજાઈ
કોનો ઘોડો વિનમાં !: મોરબી જીલ્લામાં રવાપરના સરપંચ માટે ૫૦ હજારથી લઈને પાંચ લાખ સુધીની અનેક શરતો લાગી
SHARE
કોનો ઘોડો વિનમાં !: મોરબી જીલ્લામાં રવાપરના સરપંચ માટે ૫૦ હજારથી લઈને પાંચ લાખ સુધીની અનેક શરતો લાગી
મોરબી જિલ્લામાં ૧૯૭ ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ છે અને રવિવારે મતદાન પછી હાલમાં ઉમેદવારોના ભાવિ મત પેટીમાં કેદ થઈ ગયા છે ત્યારે મતદારો દ્વારા કોના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે તેના ઉપરથી પરદો ઉચકાઈ તે પહેલા હાલમાં શરતોનું બજાર ગરમ છે અને હાલમાં મોરબી જીલ્લામાં સૌથી વધુ હાઇ પ્રોફાઇલ કહેવાય તેવી રવાપર ગ્રામ પંચાયત માટે હાલમાં લાખો રૂપિયાના દાવ લાગેલા છે અને જે ઉમેદવારો સરપંચ પદ માટેની રેસમાં છે અને તેના ઘોડા વિનમાં ચાલી રહ્યા છે તેમાં નિતિનભાઈ ભટાસણા અને જગદીશભાઇ અઘારાના નામનો સમાવેશ થાય છે જેથી કરીને તેના નામ ઉપર લાખો રૂપિયાની શરતો હાલમાં રવાપર ગામ અને મોરબી શહેરમાં લાગી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે
મોરબી જિલ્લામાં કુલ મળીને ૩૦૩ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જે પૈકીના ૭૧ ગામ સમરસ થઈ ગયા હતા અને ત્યારબાદ ૨૩૨ ગામમાં હતા તે પૈકીના ૩૫ ગામની અંદર ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા ન હતા જેથી કરીને આ ગામ સિવાયના કુલ મળીને ૧૯૭ ગામની અંદર સરપંચ અને સભ્યો માટે ચૂંટણીનું રવિવારે મતદાન કરવાં આવ્યું હતું અને સવારથી લઈને સાંજ સુધીમાં શાંતિપૂર્ણ માહોલની અંદર મતદારો દ્વારા ૭૮.૪૯ ટકા જેટલું મતદાન કરવામાં આવ્યું છે અને આવતીકાલે મોરબી જીલ્લામાં જુદીજુદી પાંચ જગ્યાએ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી કરવામાં આવશે ત્યારે ગામના સરપંચ અને સભ્યો નક્કી થશે
જો વાત કરીએ તો મોરબી તાલુકાના રવાપર ગામની તો મોરબી જીલ્લામાં સરપંચ પદ માટે સૌથી વધુ છ ઉમેદવારો ત્યાથી ચૂંટણી લડ્યા છે અને જે છ ઉમેદવારો ગામના સરપંચની ચૂંટણી માટે ઊભા હતા તેના માટે ગામના મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારથી લઈને સાંજ સુધીમાં રવાપરમાં ૭૧.૩૯ ટકા જેટલું મતદાન થયું હતું અને તમામ ઉમેદવારો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે જો કે, હાલમાં ઠંડીના માહોલમાં પણ શરતોની બજાર ગરમ થઈ ગયેલ છે રવાપર ગામના મતદારો દ્વારા મતદાન કરીને તમામ ઉમેદવારોના ભાવીને મતપેટીમાં કેદ કરી દેવામાં આવેલ છે
ત્યારે કાલે મત પેટી ખોલવામાં આવે ત્યાર પહેલા હાલમાં રવાપર ગામ અને મોરબી શહેરમાં રવાપરનો સરપંચ કોણ તેને લઈને શરતો લગાવવામાં આવી રહી છે અને રવાપર ગામમાં સરપંચ પદ માટે જે છ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેમાં ધર્મેન્દ્રભાઇ અઘારા, જગદીશભાઇ અઘારા, નિલેશભાઇ કાલરીયા, નિતીનભાઇ ભટાસણા, ગોપાલભાઇ કાસુન્દ્રા અને અમરશીભાઇ રંગપરીયાનો સમાવેશ થાય છે અને તેમાં હાલમાં જગદીશભાઇ અઘારા અને નિતીનભાઇ ભટાસણા વચ્ચે કાંટેકી ટક્કર હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અને તે બંનેની હાર જીત ઉપર ૫૦ હજારથી લઈને પાંચ લાખ સુધીની એક લોકો દ્વારા શરતો લગાવવામાં આવી છે જો કે, મતપેટી ખૂલ્યા પછી જ રવાપરના સરપંચ કોણ તે નક્કી થશે