મોરબીમાં શ્રદ્ધા પાર્ક, ન્યુ કુબેર, કૃષ્ણનગર, મારુતિપાર્ક સોસયટીનો મુખ્ય રસ્તો ચાલુ કરીને પહોળો બનાવવા કરાઇ રજૂઆત મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીની લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પીવાનો મામલો: પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઇને તપાસ શરૂ કરી મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા જુદાજુદા ત્રણ માર્ગ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી મોરબીમાં જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ  ટંકારામાં યોજાશે મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ પાસે સનમાઈકાના કારખાનામાં આગથી નુકસાન


SHARE











મોરબીના ભડીયાદ પાસે સનમાઈકાના કારખાનામાં આગથી નુકસાન

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સનમાઈકાના કારખાનામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.જેથી આગમાં ગ્રાઇન્ડીંગ રૂમ તથા ભૂસીના રૂમમાં આગ લાગતા નુકસાની થઈ હોય પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી.

મોરબીના શનાળા રોડ જીઆઇડીસી પાછળ આવેલ નકલંગ પાર્ક વિસ્તારમાં રહેતા વિપુલભાઈ પ્રાગજીભાઈ ફેફર (૪૫) દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, ભડીયાદની સીમમાં આવેલ વેલમાઈકા લેમિનેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામના યુનિટમાં ભૂસી રૂમમાં, ગ્રાઇન્ડીંગ રૂમમાં તેમજ વાયરીંગ પેનલમાં આગ લાગી હતી જેથી કરીને આગથી નુકસાની થવા પામી છે.ઉપરોક્ત બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આ બાબતે તપાસ કરવામાં આવી હતી.


રાજકોટ ખસેડાયો

મોરબીના વાવડી રોડ ઉપર રહેતો નવઘણભાઈ કણજારિયા નામનો ૩૫ વર્ષનો યુવાન વાવડી રોડ બંધન પાર્ટી પ્લોટ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં વાહન સ્લીપ થતા માથાના ભાગ ઇજા થયેલ હોય તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો.જ્યારે મોરબીની વાવડી ચોકડી પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં હરેશભાઇ વશરામભાઈ કકાસણીયા (૫૦) રહે.લાલપરને ઇજા થયેલ હોય સારવારમાં ખસેડાયા હતા.તેમજ પંચાસર રોડ ઉપર રહેતા પરીવારનો નજીરહુશેન ઇમરાનભાઇ લોલાડીયા નામનો બાર વર્ષનો બાળક વાવડી રોડ કારીયા સોસાયટી નજીક હતો ત્યાં તેને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા ઈજા પામતા આયુષ હોસ્પિટલે સારવારમાં લઈ જવાયો હતો.જયારે ટંકારા ખાતે ઓવરબ્રિજ નજીક મારામારીના બનાવમાં ઈજા થતાં જગીસિંહ મખનસિંહ બાવરી (૧૭) અને ક્રિપાલસિંહ મહેન્દ્રસિંહ બાવરી (૩૫) રહે.સરદારનગર ટંકારાને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

છરી લાગતા સારવારમાં

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો મેહુલ બાબુભાઈ સનુરા નામનો ૧૭ વર્ષનો યુવાન નટરાજ ફાટક પાસે હતો ત્યાં તેને કોઈ દ્વારા છરી મારવામાં આવતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાએ તપાસ કરી હતી. જ્યારે પૈસાની લેતી દેતીમાં દવા પી જતા લાલજીભાઈ અર્જુનભાઈ મારૂ (૩૦) રહે.વાવડી રોડ ને સારવાર માટે ખસેડાયો હતો.તેમજ હળવદના ચરાડવા ગામે રહેતા લાલજીભાઈ ગોવિંદભાઈ પરમાર નામના ૭૭ વર્ષના વૃદ્ધ મોટરસાયકલમાં જતા હતા તે વાહન સ્લીપ થતા તેમને પણ સારવાર માટે મોરબી ખસેડાયા હતા.તેમજ રાજકોટના લોધિકા પાસે આવેલ માખાવડ ગામના રહેવાસી હંસાબેન હરજીભાઈ રામાણી નામના ૬૪ વર્ષના વૃદ્ધા ગામ પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે વાહન સ્લીપ થતા ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.






Latest News