હળવદના ગોલાસણ ગામે માતાની ખબર કાઢવા ગયેલ પરણીતાને સાસરિયાં લેવા ન આવતા કંટાળીને....
મોરબીના શાહિદ વીર ગણેશભાઈના પરિવારને બિલ્ડર એસો. અને શામજીભાઈ રંગપરિયાએ કરી બે લાખની આર્થિક સહાય
SHARE
મોરબીના શાહિદ વીર ગણેશભાઈના પરિવારને બિલ્ડર એસો. અને શામજીભાઈ રંગપરિયાએ કરી બે લાખની આર્થિક સહાય
મોરબી જિલ્લા બિલ્ડર એસો. દ્વારા મોરબીના વીર શહીદ ગણેશભાઈ પરમારના પરિવારને રૂબરૂ મળીને એક લાખનો આર્થિક સહયોગ આપવામાં આવેલ છે.
મોરબી જિલ્લા બિલ્ડર એસો.ના પ્રમુખ સંતોષભાઈ શેરસીયાની સુચનાથી મોરબી જીલ્લા બીલ્ડર્સ એસો.ના ઉપપ્રમુખ રૂચિરભાઈ કારીયા તથા હિતેશભાઈ રંગપરીયાએ શહીદ પરીવારની મુલાકાત કરીને તેઓને સાંત્વના આપી હતી અને બીલ્ડર્સ એસો.નાં પૂર્વ પ્રમુખ શામજીભાઈ રંગપરીયાના પુત્ર અને બિલ્ડર એસો.ના ઉપપ્રમુખ હિતેશભાઈ રંગપરીયાએ એક લાખની રકમ શહિદના પરીવારને અર્પણ કરી હતી. આમ કુલ મ્લાઈને બે લાખની રકમનો સહયોગ શહીદ વીરના પરીવારને આર્થિક સહયોગ કરવામાં આવ્યો હતો. આ તકે બીલ્ડર્સ એસો.ના પૂર્વ ઉપપ્રમુખ ભાવેશભાઈ કંઝારીયા, મોરબીના બિલ્ડર ગૌરવભાઈ કારીયા સહિતના સાથે રહ્યા હતા. ઉલેખનીય છેકે, વીર શહીદ ગણેશભાઈનાં દાદી હાલમાં આશરે ૧૦૦ વર્ષથી ઉમરના છે તેઓની પણ આગેવાનોએ મુલાકાત કરી હતી. અને આ પરીવાર ઉપર આવી પડેલ દુખા સહન કરવા માટે ઈશ્વર તેમને અને તેમના પરીવારને શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.