મોરબીના આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાની બસની ટાયર ફાટતા રણમલપુર નજીક વીજપોલ સાથે અથડાઈ
SHARE
મોરબીના આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાની બસની ટાયર ફાટતા રણમલપુર નજીક વીજપોલ સાથે અથડાઈ
મોરબી તાલુકાનાં આમરણ ગામ પાસે આવેલ ખાનગી શાળાના બાળકોને લઈને તેની બસ હળવદ તાલુકામાં ગયેલ હતી ત્યારે રણમલપુર અને ધણાદ ગામ વચ્ચે બસની ટાયર ફટયું હતું જેથી કરીને બસ વીજપોલ સાથે અથડાઇ હતી જો કે, અકસ્માતના કોઈ જાનહાનિ થયેલ નથી.
મોરબીના આમરણ ગામે આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલના 47 વિદ્યાર્થીઓને લઈને તેની બસ ઘુડખર અભ્યારણનો પ્રવાસ કરવા માટે ગયેલ હતી ત્યારે ત્યાંથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ ભરેલ બસ હળવદના રણમલપુર અને ધણાદ ગામ વચ્ચે હતી ત્યારે બસનું ટાયર અચાનક ફાટ્યું હતું, જેથી બસના ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો. અને બસ સીધી જ વીજપોલ સાથે અથડાઈ હતી. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી. અને વીજપોલની ઓથ આવી જવાના લીધે તે બસ પલટી મારી ન હતી જેથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. અને અકસ્માતનો આ બનાવ બનેલ હતો ત્યારે બસમાં કુલ મળીને 52 લોકો બેઠેલા હતા.