મોરબીમાં શ્રદ્ધા પાર્ક, ન્યુ કુબેર, કૃષ્ણનગર, મારુતિપાર્ક સોસયટીનો મુખ્ય રસ્તો ચાલુ કરીને પહોળો બનાવવા કરાઇ રજૂઆત મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિદ્યાર્થીની લોકગીત સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ નંબરે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ફિનાઇલ પીવાનો મામલો: પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઇને તપાસ શરૂ કરી મોરબીમાં ટ્રાફિકથી ધમધમતા જુદાજુદા ત્રણ માર્ગ ઉપર ભારે વાહનોને પ્રવેશબંધી મોરબીમાં જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લા કક્ષાનો ૨૬ જાન્યુઆરીનો કાર્યક્રમ  ટંકારામાં યોજાશે મોરબીમાં કેન્દ્ર સરકારની વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવા માટે મંત્રી ત્રિકમ છાંગાની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મોરબીના જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ નજીક આખલાએ બાઇકને હડફેટે લેતા જીઆરડી જવાનનું મોત


SHARE











હળવદના વેગડવાવ નજીક આખલાએ બાઇકને હડફેટે લેતા જીઆરડી જવાનનું મોત

હળવદ તાલુકામાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતો યુવાન પોતાની ફરજ પૂરી કરીને રાત્રિના સમયે પોતાના ઘર તરફ માલણીયા ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે વેગડવાવ ગામ નજીક તેના બાઈકને આખલાએ હડફેટે લીધું હતું જેથી અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ઇજા થઈ હતી જેથી જીઆરડી જવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી.

ગુજરાતમાં રસ્તા ઉપર રજડતા ઢોરના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો તથા જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે અને રજડતા ઢોર બાબતે હાઇકોર્ટ પણ અવારનવાર ટીપણીઓ કરે છે તેમ છતાં પણ તંત્ર દ્વારા નકકર કામગીરી કરવામાં આવતી નથી જેના કારણે અકસ્માતોની વણઝાર થંભવાનું નામ લેતી નથી તેવામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતો જયેશભાઈ દેવજીભાઈ પરમાર (28) નામનો યુવાન ગઈકાલે રાત્રિના સમયે પોતાની નોકરી પૂરી કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે હળવદથી માલણીયા તરફ જવાના રસ્તા ઉપર આવેલ વેગડવાવ ગામ પાસે તેના બાઈકને આખલાએ હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃત મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News