મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા પરિવાર દ્રારા ગંગાસ્વરૂપ માતાઓની દિકરીઓનો યોજાશે સમૂહ લગ્નોત્સવ


SHARE









મોરબીમાં ઉમિયા પરિવાર દ્રારા ગંગાસ્વરૂપ માતાઓની દિકરીઓનો યોજાશે સમૂહ લગ્નોત્સવ

મોરબીમાં ઉમિયા માતાની કૃપાથી ઉમિયા પરિવાર સમાજના ભક્તિવાન, સેવાભાવી બજરંગ ધુન મંડળીના કર્મષ્ઠ સેવક ખરેડા ગામના પનોતા પુત્ર અને સમાજ જીવનમાં ઘણી વિધવા બહેનો અને ગરીબ પરિવારને યાત્રા કરાવેલ છે.એવા સિવિલ ડ્રેસમાં પણ એક સંત જેવું જીવન જીવતા ધનજીભાઈ ભગવાનજીભાઈ ડઢાણીયા તેમજ તેમના ધર્મપત્ની કંચનબેન દ્વારા ઉમિયા પરિવારમાં ગંગા સ્વરૂપ માતાઓની દિકરી માટે એક સમૂહ લગ્નનું આયોજન આગામી તા.૧૭-૦૨ ને ગુરૂવાર મહાવદ એકમના રોજ, સોખડા હનુમાન મંદિર(બેલા-રંગપર) ના પટાંગણમાં અને કનકેશ્વરીજીના આર્શીવાદ અને અન્ય સંતગણોની ઉપસ્થિતિમાં સંપન્ન થવાના છે. 

આ કાર્યને સંપૂર્ણ રીતે સફળ બનાવવા માટે સંચાલનની જવાબદારી માળીયા-મો૨બી ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિએ સ્વીકારેલ છે. સમુહલગ્નમાં જોડાવા માટે ૨જીસ્ટ્રેશન સમિતિની ઓફીસ ખાતેથી જ કરવામાં આવશે.લગ્ન નોંધણી તા.૧૫-૧ સુધીમાં કરાવી લેવા જણાવાયુ છે.લગ્ન નોંધણી શ્રીજી હોલની નીચે માર્કેટિંગ યાર્ડની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે થશે તે માટે સંસ્થાના મંત્રી જયંતીભાઈ વિડજા (મો.૯૯૭૮૯ ૨૧૩૧૮), સહમંત્રી મગનભાઈ અઘારા (મો.૯૮૨૫૦ ૯૮૦૭૯), ઈશ્વ૨ભાઈ સબા૫રા (મો.૯૪૨૭૨ ૨૨૫૧૦), રાજેશભાઈ ધનજીભાઈ ડઢાણીયા (મો.૯૮૭૯૦ ૧૦૫૮૪) અથવા વિપુલભાઈ ધનજીભાઈ ડઢાણીયા (મો.૯૮૨૫૨ ૬૩૦૬૧) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવાયેલ છે.

 




Latest News