હળવદના ચરાડવા ગામે કોમન પ્લોટમાંથી બાવળ કાઢવા બાબતે મહિલાને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી
વાંકાનેરના ઢુવા-માટેલ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત
SHARE
વાંકાનેરના ઢુવા-માટેલ રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપરથી યુવાન ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે અજાણ્યા વાહન ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મકનસર ગામની સીમમાં સરતાનપર રોડ ઉપર આવેલ મિલેનિયમ સીરામીક કારખાનામાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા અને રહેતા મુકુટસિંહ મોહનલાલ જાટવ (35) એ અજાણ્યા વાહનચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઢુવા માટેલ રોડ ઉપર આવેલ સ્ટાઈલીન સીરામીક પાસેથી જીતેન્દ્રભાઈ કનૈયાલાલ માલવી પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા જીતેન્દ્રભાઈને શરીરને ગંભીર ઇજા થઈ હતી અને આ બનાવમાં તેનું મોત નીપજ્યું હતું જો કે, અકસ્માત સર્જનાર વાહન ચાલક ત્યાંથી પોતાનું વાહન લઈને નાસી ગયેલ હોય અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.