મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની બાલ પ્રતિભાથી રાજ્ય પ્રતિનિધિત્વ સુધીની અનેરી સિધ્ધી


SHARE











મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની બાલ પ્રતિભાથી રાજ્ય પ્રતિનિધિત્વ સુધીની અનેરી સિધ્ધી

મોરબીની નવયુગ સંકુલ તેમજ વિધ્યાલયના વિદ્યાર્થીઓએ બાલ પ્રતિભા સ્પર્ધામાં રાજ્ય કક્ષા માટે પસંદગી પામીને સંસ્થાનું નામ રાજ્યભરમાં ઉજાગર કર્યું છે.જેમાં શેરસિયા રૂહી કૌશિકભાઈ એક પાત્રિય અભિનયમાં તેમજ અગોલા નક્ષ ચંદ્રકાંતભાઈ લોકવાદ્યમાં જિલ્લા કક્ષાએથી હવે આ બંને વિદ્યાર્થીઓ ગુજરાત લેવલે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનું પ્રતિનિધિત્વ કરશે.જે નવયુગ સંસ્થા માટે ગૌરવ અને પ્રેરણાની બાબત છે.તેમ સંસ્થાના વડા પી.ડી.કાંજીયાએ જણાવ્યું છે.

આ સિદ્ધિ સાથેસાથે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે જ્ઞાનનો મહાયજ્ઞ એટલેકે “કૌન બનેગા ચેમ્પિયન” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુવાનોમાં જ્ઞાન, આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ચેતનાને નવી ઊર્જા મળી હતી.આ તકે પી.ડી. કાંજીયા દ્વારા શિક્ષણ જગતને પ્રેરણાદાયી સંબોધન આપવામાં આવ્યું હતુ.શિક્ષણના નવીનીકરણ, ગુણવત્તા અને મૂલ્ય આધારિત અભિગમ પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે શિક્ષણ માત્ર ડિગ્રી નહીં, પરંતુ વિચારધારા ઘડવાનું સાધન બનવું જોઈએ.નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સતત એવી પ્રવૃત્તિઓ દ્વારા સાબિત કરે છે કે અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ પ્રતિભા, વ્યક્તિત્વ અને મૂલ્યોના સર્વાંગી વિકાસનું મજબૂત પાયારૂપ કેન્દ્ર છે.






Latest News