વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે બે કલાકના ચક્કાજામ પછી તાબડતોબ કાર્યવાહી: 4 સોસાયટીના લોકોને સુવિધા આપીને વિશ્વાસઘાત કરનારા 3 બિલ્ડરો સામે ફરિયાદ નોંધાઈ


SHARE











મોરબીના પીપળી ગામ પાસે બે કલાકના ચક્કાજામ પછી તાબડતોબ કાર્યવાહી: 4 સોસાયટીના લોકોને સુવિધા આપીને વિશ્વાસઘાત કરનારા 3 બિલ્ડરો સામે ફરિયાદ નોંધાઈ

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે જુદી જુદી ચાર સોસાયટીના લોકો દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને તેઓની સાથે બિલ્ડરો દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવેલ છે અને રોડ રસ્તા, પાણી ગટર વગેરેની પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી. અને તેઓના પૈસા ચાઉ કરી જવામાં આવ્યા છે આટલું જ નહીં તેઓએ બિલ્ડરો પાસેથી મકાનની ખરીદી કરી હતી તેમ છતાં પણ તેઓને પ્લીન્થ લેવલના બાંધકામના અથવા તો પ્લોટના દસ્તાવેજ કરી આપવામાં આવ્યા છે જેથી જુદી જુદી ત્રણ સોસાયટીમાં રહેતા ત્રણ વ્યક્તિઓની ફરિયાદ લઈને ત્રણ બિલ્ડરોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુના નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ માનસધામ 1, માનસ ધામ 2, ત્રિલોક ધામ અને ગોકુલનગર આ ચાર સોસાયટીના લોકો દ્વારા આજે જેતપર રોડને પીપળી ગામ પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને આ સોસાયટીમાં અંદાજે સાડા ત્રણસો જેટલા મકાન આવેલા છે અને ત્યાં રહેતા લોકોને રોડ રસ્તા, લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ જે બિલ્ડરોએ આપવાની હોય તે આપવામાં આવી નથી અને બિલ્ડરો દ્વારા સ્થાનિક લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે જોકે, આ બાબતે અગાઉ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઈ હતી અને હજુ પણ તેઓને પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી રોષે ભરાયેલા મહિલાઓ સહિતના લોકો દ્વારા પીપળી ગામ પાસે રસ્તો રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

જેથી મોરબીથી જેતપર ગામ તરફ આવવા જવાનો મુખ્ય રસ્તો બંધ થતા અંદાજે 10 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા અને વિનોદભાઇ પરમાર અને રૂખિબેન ગોરડીયા સહિતના સ્થાનિક લોકોએ જણાવ્યુ હતું કે, અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં પણ તેમને લાઈટ, પાણી, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી અને બિલ્ડરો દ્વારા તેઓને 15-15 લાખમાં મકાનનું વેચાણ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ કેટલાક લોકોને પ્લોટના દસ્તાવેજ કરી આપવામાં આવ્યા છે અને જેના કારણે તેમના મકાન પીપળી ગ્રામ પંચાયતમાં ચડાવવામાં આવતા નથી અને તેઓને પ્રાથમિક સુવિધાઓ પંચાયત તરફથી મળતી નથી.

મોરબીના પીપળી ગામ પાસે આવેલ ત્રીલોકધામ સોસાયટીમાં રહેતા વિનોદભાઈ ભલાભાઇ ચાવડા (43)એ પ્રવીણભાઈ ગણેશભાઈ ગામી રહે. શિવપુર તાલુકો હળવદ વાળા સામે, ગોકુલધામ સોસાયટીમાં રહેતા ભરતભાઈ વિઠ્ઠલભાઈ પરમાર (48)એ હસમુખભાઈ વલમજીભાઇ પટેલ રહે. ઈશ્વરનગર તાલુકો હળવદ વાળા સામે અને માનસધામ સોસાયટીમાં રહેતા જગદીશભાઈ ઘેલાભાઈ બોસિયા (43)એ બિલ્ડર મનીષભાઈ કેશવજીભાઈ કાલરીયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જુદીજુદી ત્રણેય ફરિયાદમાં જણાવ્યુ છે કે, બિલ્ડરોએ મકાનનું વેચાણ કર્યું હતું તો પણ દસ્તાવેજ મકાનને બદલે પ્લિન્થ લેવલના કરી આપી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવેલ નથી અને તેઓના પૈસા ચાઉ કરી જઈ પ્રાથમિક સુવિધાથી વંચિત રાખી ફરિયાદી તથા સાહેદોની સાથે વિશ્વાસઘાત કરેલ છે. જેથી કરીને પોલીસે જુદાજુદા ત્રણ ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News