મોરબીની રવાપર ચોકડીએ આડેધડ વાહન પાર્કિંગની પીડામાંથી મુક્તિ માટે વેપારીઓ સહિતના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું
SHARE
મોરબીની રવાપર ચોકડીએ આડેધડ વાહન પાર્કિંગની પીડામાંથી મુક્તિ માટે વેપારીઓ સહિતના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું
મોરબીની રવાપર ચોકડી પાસે આડેધડ વાહન પાસ થતાં હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેથી કરીને સ્થાનિક વેપારીઓ સહિતના લોકો આજે એસપી ઓફિસે પહોંચ્યા હતા અને રવાપર ચોકડી પાસે ટ્રાફિકની યોગ્ય રીતે નિયમન કરાવવામાં આવે અને આડેધડ વાહન પાર્ક કરનારાઓની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.
મોરબીમાં રવાપર ચોકડી પાસે આવેલા શોપિંગ સેન્ટર નજીક આડેધડ વાહન પાર્ક થતા હોય છે જેના કારણે સ્થાનિક વેપારીઓ સહિતના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આજે સ્થાનિક વેપારીઓ સહિતના લોકો દ્વારા મોરબી એસપી ઓફિસ ખાતે જઈને ત્યાં ટ્રાફિક શાખાની અંદર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને રવાપર ચોકડી પાસે જે આડેધડ બાઈક, સ્કૂટર, કાર સહિતના વાહનોને પાર્ક કરવામાં આવતા હોય છે તે વાહન ચાલકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રવાપર ચોકડી પાસે આવેલા શોપિંગ સેન્ટરોમાંથી એક પણ શોપિંગ સેન્ટરમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા નથી જેના કારણે મોટાભાગના દુકાનદારો અને ત્યાં આવતા ગ્રાહકો દ્વારા રસ્તા ઉપર વાહનોને પાર્ક કરવામાં આવે છે અને તે વાહનોને આડેધડ પાર્ક કરવામાં આવતા હોવાના કારણે ટ્રાફિકજામ, અકસ્માત સહિતના બનાવો ત્યાં બનતા હોય છે જેથી કરીને વેપારીઓ સહિતના લોકો દ્વારા આજે ટ્રાફિક શાખામાં આવેદનપત્ર આપીને રવાપર ચોકડી પાસે યોગ્ય રીતે ટ્રાફિકનું નિયમન થાય તેવી માંગ કરવામાં આવી છે