મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ભારત સરકારના ઉડ્ડયન મંત્રી સિંધીયાને મળી કંડલા-ભુજ-મોરબી વિમાની સેવા માટે રજૂઆત કરતાં સાંસદ વિનોદ ચાવડા


SHARE









ભારત સરકારના ઉડ્ડયન મંત્રી સિંધીયાને મળી કંડલા-ભુજ-મોરબી વિમાની સેવા માટે રજૂઆત કરતાં સાંસદ વિનોદ ચાવડા

લોકસભાના શિયાળુ સત્ર દરમ્યાન કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભારત સરકારનાં ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાની મુલાકાત લઈને પોતાનાં સંસદીય મતક્ષેત્ર કચ્છ-મોરબીનાં ભુજ-કંડલા વિમાની સેવા વિસ્તરણ તેમજ યાત્રિક સુવિધાઓ વધારવા અને મોરબી જીલ્લામાં વિમાની સેવા શરૂ કરવા એરપોર્ટ બાનવવા માટેની રજૂઆત કરી હતી.સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યુ હતું કે ભુજ અને કંડલા એરપોર્ટ સુવિધાઓ છે.પરંતુ અહિં જરૂરિયાત મુજબની વિમાની સેવા ઉપલબ્ધ નથી માટે અમદાવાદ-મુંબઈ અને દિલ્હી સહીત દેશના અન્ય પ્રાંતો સાથે વિમાની સેવા વધારવા નવી ફલાઇટો શરૂ કરવા તથા ઔદ્યોગીક હબ ગણાતા મોરબી કે જ્યાં સિરામિક-સેનિટેશન, ઘડિયાળ, હીરા તથા નળીયા ઉદ્યોગો ધમધમે છે ત્યાં એરપોર્ટ સુવિધા જ નથી..! માટે અધતન એરપોર્ટ બનાવવા તથા કચ્છ અને મોરબી જીલ્લાને ટુરિઝમ તથા ઓદ્યોગીક હબના વિકાસ માટે વિમાની સેવા વિસ્તરે તેવી રજૂઆત ઉડ્ડયન મંત્રી સિંધીયાને મળીને સાંસદ વિનોદભાઇ ચાવડાએ કરેલ જેનો સકારાત્મક પ્રતીભાવ આપતાં ઉડ્ડયન મંત્રી સિંધીયાએ જણાવ્યું હતું કે ઉપરોક્ત રજૂઆતને લક્ષમાં લેવાશે.




Latest News