મોરબીના જૂના વોર્ડ નં. 4 માં અધૂરા કામો ચાલુ અને પૂરા કરવા પૂર્વ કાઉન્સિલરોની કમિશનરને રજૂઆત
મોરબીના ગોર ખીજડીયા ગામ નજીક પ્રદૂષણ મામલે સરપંચની ભૂખ હડતાળની ચીમકી
SHARE
મોરબીના ગોર ખીજડીયા ગામ નજીક પ્રદૂષણ મામલે સરપંચની ભૂખ હડતાળની ચીમકી
મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે કારખાનાઓના લીધે પ્રદૂષણ ફેલાઈ છે જેની અનેક વખત રજૂઆત કરી છે તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને પ્રદૂષણ સતત વધી રહ્યું છે જેથી કરીને ગોર ખીજડીયા ગામના સરપંચ દ્વારા ગ્રામજનોને સાથે રાખીને ભૂખ હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ગોર ખીજડીયા ગામના ગૌતમ મોરડીયાએ જણાવ્યુ છે કે, ગામના સિમ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં અનેક કારખાના આવેલ છે અને તેમાંથી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે જેથી કરીને ગામના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને નદીનું પાણી પણ પ્રદુષિત થઈ રહ્યું છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ખેતીને પણ નુકશાન થાય છે જેથી અગાઉ જીપીસીબી અને એનજીટી સુધી રજૂઆત કરાઇ છે અને ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે તો પણ પ્રદૂષણનો પ્રશ્ન ઉલેકાયેલ નથી અને તંત્રની બેદરકારીના લીધે 3 મહિના પહેલા કેમિકલયુક્ત પાણીના કારણે અનેક માછલાઓના મોત પણ થયા હતા. અત્રે ઉલેખનીય છે કે, ગત વર્ષે જાન્યુઆરી માહિનામાં ગ્રામ પંચાયત દ્વારા જીપીસીબીના ચેરમેનને લેખિત રજૂઆત કરાઇ હતી તો પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી ત્યારે જો આગામી 2થી 3 દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો સરપંચ સહિત ગ્રામજનો ભૂખ હડતાળ કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.