મોરબીના ગોર ખીજડીયા ગામ નજીક પ્રદૂષણ મામલે સરપંચની ભૂખ હડતાળની ચીમકી
મોરબીની રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં હેલ્ધી ફુડ ફેસ્ટીવલનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીની રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં હેલ્ધી ફુડ ફેસ્ટીવલનો કાર્યક્રમ યોજાયો
મોરબીના શ્રી રોટરીગ્રામ (અ.)માં આવેલ પ્રાથમિક શાળામાં ગીર ફાઉન્ડેશન ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ગાંધીનગર દ્વારા હેલ્ધી ફુડ ફેસ્ટીવલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને પર્યાવરણ શિક્ષણ કાર્ય અંતર્ગત શાળાના 72 અને બાજુની અમરનગર શાળાના 40 બાળકો સહભાગી બન્યા હતા. જેમાં વાનગી સ્પર્ધા રાખવામાં આવી હતી. 40 બાળકોએ તેમની માતાની સાથે વાનગી સ્પર્ધામાં હેલ્ધી ડિશ બનાવી ભાગ લીધો હતો. આ તકે શાળાના એસ.એમ.સી.ના સભ્યોએ પણ મુલાકાત લીધી હતી. તો સ્વસ્થ ખોરાકનું જીવનમાં મહત્વ આઈ.સી.ડી.એસ. સુપરવાઈઝર પૂર્વીબેન ત્રિવેદી તેમજ કંચનબેન ડી. બોડાએ સમજાવ્યું હતું રાષ્ટ્રીય શિક્ષક પારિતોષિક વિજેતા પ્રેમજીભાઈ વડાવિયાએ સ્વસ્થ જીવનશૈલી કેવી રીતે જીવી શકાય તેના ઉપર સમજ આપી હતી. આ વાનગી સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ કુમાર અને કન્યામાં ત્રણ નંબરને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સી.આર.સી. ભરતનગર ચેતનભાઈ જાકાસણીયાએ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના આચાર્ય મણિભાઈ સરડવા તેમજ મદદનીશ શિક્ષક વિનોદકુમાર ફેફર, ગજાનનભાઈ આદ્રોજાએ જહેમત ઉઠાવી હતી.