મોરબીની રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં હેલ્ધી ફુડ ફેસ્ટીવલનો કાર્યક્રમ યોજાયો
મોરબી મહાપાલિકામાં સંકલન સમિતિની 23 જાન્યુઆરીએ બેઠક યોજાશે
SHARE
મોરબી મહાપાલિકામાં સંકલન સમિતિની 23 જાન્યુઆરીએ બેઠક યોજાશે
મોરબી મહાપાલિકામાં સંકલન સમિતિની બેઠકનું આગામી તા. 23 જાન્યુઆરીના રોજ બપોરે 3 કલાકે સભાખંડમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં અગાઉ કરવામાં આવેલ રજૂઆતો અને અરજીઓને ધ્યાને લઈને કરવામાં આવેલ કામની માહિતી રજૂ કરવામાં આવશે તેમજ આગામી સમયમાં જે કામ કરવાના છે તેના એજન્ડા આ બેઠેકમાં લેવામાં આવેલ છે.
મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે મહાપાલિકા કચેરીના સભા ખંડમાં સંકલન સમિતિની બેઠકનું આયોજન કર્યું છે જેમાં ધારાસભ્યો અને તમામ વિભાગના અધિકારીઓ હાજર રહેશે. જો કે, આ બેઠેકમાં અનિવાર્ય કારણોસર ગેરહાજર રહેવાનું થાય તો કમિશ્નરને અધિકારીઓએ અગાઉથી જાણ કરીને અનુમતિ લેવા માટેની જાણ કરી છે. આ સંકલન સમિતિની બેઠકમાં ગ્રામ પંચાયતની જે તે વખતની સ્વભંડોળ બચતની રકમની મર્યાદામાં કામો નક્કી કરેલ કામોનો પ્રગતિ અહેવાલ તેમજ જન ભાગીદારીના કામો માટે સાધનિક કાગળોની કાર્યવાહી પૂર્ણ થયેલ હોય તેવા જનભાગીદારી કમાઓ માટે આવેલ નવી રજૂઆત/ અરજી પરત્વે કરાયેલ કામગીરી સહિતના એજન્ડા લેવામાં આવેલ છે.